સારા તેંડુલકરે પાપારાઝીને કહ્યું; તુમ બદતમીઝ હો
ઘણા સેલિબ્રિટીઓ પાપારાઝીની હરકતોથી નિરાશ થઈ ગયા છે. થોડા દિવસો પહેલા, સલમાન ખાને પાપારાઝી પર ગુસ્સે થઈને તેમને કડક શબ્દોમાં કટાક્ષ કર્યો હતો. બીજા જ દિવસે, પાપારાઝી સલમાન ખાનની માફી માંગતા જોવા મળ્યા. સલમાને પોતાના સિગ્નેચર "દબંગ" સ્ટાઇલમાં તેમને યોગ્ય માફી કેવી રીતે માંગવી તે પણ સૂચના આપી.
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા, તેને પાપારાઝીઓ પર નિશાન સાધ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતી વખતે, સારા તેંડુલકરે પાપારાઝી પેજને સખત ઠપકો આપ્યો. પોસ્ટની સાથે, તેને પાપારાઝી દ્વારા કેદ કરાયેલા એક વીડિયોનો સ્ક્રીનશોટ શેર કર્યો, જેમાં તે તેની ભાભી સાથે જોવા મળી રહી છે. આ શેર કરતા સારાએ લખ્યું, "તુમ બદતમીઝ હો. આ પત્રકારત્વ નથી,અમને અમને એકલા છોડી દો.."