NCUIની ચૂંટણીમાં સહકાર ભારતી-ભાજપ ગઠબંધનની ઐતિહસિક જીત
- 21માંથી 19 બેઠકો પર વિજય, 10 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા; સહકારી ક્ષેત્રમાં બહુમતી સાથે પ્રભુત્વ સ્થાપ્યું
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
રાષ્ટ્રીય સહકારી સંઘ (NCUI)ની ૧૮ જુલાઈએ યોજાયેલી ચૂંટણીનું પરિણામ ૧૯ જુલાઈએ જાહેર થતાં સહકાર ભારતી અને ભારતીય જનતા પાર્ટીના સહકારી પ્રકોષ્ઠના ગઠબંધને ઐતિહાસિક જીત નોંધાવી છે.
ગઠબંધનના ૨૧માંથી ૧૯ ઉમેદવારો વિજેતા બન્યા છે, જ્યારે ૧૦ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ચૂંટણીમાં સહકાર ભારતીના સંસ્થાપક દીનાનાથ ઠાકુર, ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, એનસીડીએફઆઈના ચેરમેન મિનેશ શાહ, ક્રભકોના ચેરમેન બીપીન પટેલ, નાફેડના ચેરમેન વિશાલ સિંહ, વિનયકુમાર શાહી, મોહનભાઈ કુંડાણિયા, એનસીસીએફના ચેરમેન વિશાલ સિંહ, વિનયકુમાર શાહી, પ્રવીણ ડેરકર, જી.ટી. દેવગોડા, જીના પોત્સંગબમ, ઘનશ્યામભાઈ અમીન, ધનંજય સિંહ, એચ.કે. પાટીલ, મુદિત વર્મા, અસમા સાહેબ જોહ્દે અને નહુલ કડુ સહિતના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. સહકાર ભારતીના અખિલ ભારતીય મહામંત્રી દીપક ચોરસિયાની સરકાર દ્વારા નિયુક્ત ઉમેદવાર તરીકે નિગમણ કરવામાં આવી છે.
ચૂંટણી દરમિયાન સહકાર ભારતીના પ્રમુખ ડૉ. ઉદયજી જોશી, મહામંત્રી દીપક ચોરસિયા, સંરક્ષક દીનાનાથ ઠાકુર, સંગઠન મંત્રી સંજયજી પાસપોર્ટ તેમજ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ અને એનડીસીબીના ઉપાધ્યક્ષ કુલદીપ ચેહલ સહિતના આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું.
વિજય બાદ ડૉ. ઉદયજી જોશીએ જણાવ્યું હતું કે એનસીયુઆઈમાં સહકારિતાની ભાવનાને વધુ મજબૂત બનાવી સર્વાનુમતે બિનહરીફ લેવાની પરંપરાને પ્રોત્સાહન આપવામાં આવશે. રાજ્ય અને જિલ્લા સ્તરની સહકારી સંસ્થાઓને વધુ શક્તિશાળી બનાવી સહકારી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા કાર્ય કરવામાં આવશે.
આ ઐતિહાસિક જીતને રાજકોટ મહાનગર સહકારીતા પ્રમુખ ડૉ. એન.ડી. શીલુ અને સંગઠન મંત્રી જયેશ સંઘાણીએ સહકારીતાની જીત ગણાવી વધામણી હતી.