તિરુપતિ બાલાજી મંદિર ૩.૩૮ લાખ કરોડની સંપત્તિ; વિશ્વનું ત્રીજુ સૌથી ધનિક ધાર્મિક સ્થળ
ગ્લોબલ વેલ્થ ઇન્ડેક્સ 2026ના આંકડા જાહેર
- IMF અને વિશ્વ બેંકના આંકડા અનુસાર તિરુપતિ મંદિર જેની સંપત્તિ 100 દેશોની GDPથી વધુ
- તિરુપતિ મંદિરનું 11 ટન સોનું દેશની વિવિધ બેંકોમાં જમા છે
- આ મંદિરમાં દર વર્ષે 650 કરોડ રૂપિયાનું દાન આવે છે
- તિરુપતિ મંદિરની અનેક બેંકમાં ફિક્સ ડિપોઝિટ 1400 કરોડનું સેવિંગ છે
સિટી ન્યૂઝ@રાજકોટ
ભારતના જો ૧૦ સૌથી વધુ અમીર મંદિરોની વાત કરીએ તો આ ટોપ ટેન મંદિરોની સંયુક્ત સંપત્તિ ૬ લાખ કરોડથી વધુ છે. ગ્લોબલ વેલ્થ ઇન્ડેક્સ ૨૦૨૬ અનુસાર તિરુપતિ બાલાજી મંદિર ૩.૩૮ લાખ કરોડની ચલ અચલ સંપત્તિ સાથે દુનિયાનું ત્રીજુ સૌથી અમીર ધર્મસ્થળ છે.
તિરુપતિ બાલાજી : તિરુપતિ બાલાજી મંદિરની સંપત્તિ છેલ્લા બે વર્ષમાં ૨૦૨૪ પછી ૩૫% વધી છે. જેનું મુખ્ય કારણ સોનાની કિંમતોમાં થયેલો વધારો છે. એ સમય સોનાના ભાવ લગભગ ૮૫ હજાર પ્રતિ ૧૦ ગ્રામ હતા જે હવે વધીને દોઢ લાખે પહોંચી ગયા છે. તિરુપતિ મંદિરની આવકનો એક મોટો હિસ્સો એ ૧૧ ટન સોના પર મળનાર વ્યાજમાંથી આવે છે. જે દેશની વિવિધ બેંકોમાં જમા છે.
પદ્મનાભ સ્વામી મંદિર : પદ્મનાભ સ્વામી મંદિર પાસે પણ કરોડો રૂપિયાની સંપત્તિ છે. જ્યારે આ મંદિરના ખજાનાને ખોલવામાં આવ્યો તો તેમાં અત્યંત કિમતી હિસ-જવેরাত, સોનાની મૂર્તિઓ નીકળી હતી. આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની અત્યંત મોટી સોનાની મૂર્તિ છે. જેની કિંમત ૫૦૦ કરોડ થી પણ વધુ છે. હાલના વધેલા સોનાના ભાવને જોતા તેની કિંમત ૮૦૦ કરોડ હોઈ શકે છે.
જગન્નાથ મંદિર : ભારતના સૌથી અમીર મંદિરોમાં જગન્નાથ પુરી મંદિરનું નામ જરૂર આવે છે. ડેટા અનુસાર પુરી સ્થિત જગન્નાથ મંદિર પાસે ૬૦ હજાર એકર થી વધુ જમીન છે. આ જમીન ઓડિસાના ૩૦માંથી ૨૪ જિલ્લામાં આવેલી છે. ૬ રાજ્યોમાં પણ મંદિરની ૩૭પ એકર જમીન આવેલી છે. મંદિરમાં રહેલો ખજાનો, જમીન અને અન્ય ચલ-અચલ સંપત્તિનું મૂલ્ય ૧.૨ લાખ કરોડ જેટલી છે.
વૈષ્ણોદેવી મંદિર : હિન્દુ ધર્મમાં વૈષ્ણોદેવી માતાના દર્શનનું વિશેષ મહત્વ છે, દર વર્ષે આ મંદિરે પ ૫૦૦ કરોડ થી વધુનું દાન મળે છે. આ મંદિરના જવાલો રસ્તો જમ્મુથી કટરા તરફનો છે. કટરાથી યાત્રિકોને પગપાળા ચાલીને માતાના મંદિર સુધી જવાનું રહે છે. આ માર્ગમાં વચ્ચે અર્ધકુમારીનું પણ મંદિર આવે છે. જ્યાંથી ગુફાનું વિશેષ મહત્વ છે.
શિરડી સાઈ બાબા મંદિર : મહારાષ્ટ્રના શિરડી સ્થિત સાઈબાબા મંદિરે દુનિયાભરમાંથી લોકો દર્શનાર્થે આવે છે. આ મંદિરના બેંક ખાતામાં ૩૮૦ કિલો સોનું અને ૪૪૨૮ કિલો ચાંદી જમા છે. આ મંદિરમાં ડોલર અને પાઉન્ડમાં ધનરાશિનું દાન પણ આવે છે. આ મંદિર પાસે ૨૦૦૦ કરોડ રૂપિયા જમા છે. આ મંદિરે સોનાનું દાન પચાસ કિલો માં મળે છે. દર વર્ષે મંદિરે ૩૫૦ કરોડનું દાન મળે છે.
દેશના કરોડપતિ મંદિર ?
-
તિરુપતિ બાલાજી મંદિર - ૩.૩૮ લાખ કરોડની સંપત્તિ
-
જગન્નાથ મંદિર પુરી - ૧.૨ લાખ કરોડની સંપત્તિ
-
વૈષ્ણોદેવી મંદિર - દર વર્ષે ૫૦૦ કરોડનું દાન મળે છે
-
શિરડી સાઈબાબા - મંદિરના બેંક ખાતામાં ૩૮૦ કિલો સોનું ૪૪૨૮ કિલો ચાંદી જમા છે ૨૦૦૦ કરોડ રૂપિયા જમા છે વર્ષે ૩૫૦ કરોડનું દાન મળે
-
સિદ્ધિવિનાયક મુંબઈ - વર્ષે ૧૨૫ કરોડનું દાન આપે છે મંદિરે ૩.૭ કિલોગ્રામ સોનાથી મઢવામાં આવ્યું છે