વિશ્વભરના એક્સપોર્ટની ચેતવણી શું સોનાના ભાવમાં ૩૫%નો ઘટાડો થશે?
- સિટી ન્યૂઝ@નવી દિલ્હી
સોનાને લઈને અનેક પ્રકારની વાતો ચાલી રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વધુ ઘેરૂ બની રહ્યું છે. સંકટના સમયે લોકો સોનામાં રોકાણ કરે છે. પરંતુ હાલ સોનાની કિંમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે. સોનાનો ભાવ આ જ વર્ષે જાન્યુઆરીમાં ૧.૬૧ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી ગયો હતો, જે ઓલ ટાઈમ હાઈ છે. જાન્યુઆરીમાં ઓલ ટાઈમ હાઈ પછી સોનું ૨૫% થી વધુ ગગડી ચૂક્યું છે. હાલ ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧.૪૧ લાખ રૂપિયાની આસપાસ છે. આ દરમિયાન સોનાને લઈને તમામ નિષ્ણાતો બુલિશ નથી.
CoinCodex જેવા કેટલાક ટેક-ઇન્ડિકેટર્સ આંતરરાષ્ટ્રીય બજારમાં આ વર્ષના અંત સુધીમાં સોનું ૨,૭૮૦ના સ્તર સુધી એટલે કે જાન્યુઆરીના હાઈથી લગભગ ૫૦% નીચે જવાની આશંકા વ્યક્ત કરી છે. પરંતુ મોટા નિષ્ણાતો ખાસ કરીને Goldman Sachs અને J.P. Morganનું કહેવું છે કે સોનું ૩,૮૦૦ થી ૪,૦૦૦ના મજબૂત સપોર્ટ જોનની આસપાસ જ ટકી રહેશે અને સંપૂર્ણપણે કેશ નહીં થાય.
સોનામાં ૫૦ ટકા સુધીના ઘટાડા પાછળ નિષ્ણાતો ૧૯૮૦ અને વર્ષ ૨૦૧૨-૧૩નો હવાલો આપી રહ્યા છે, જોકે ઇતિહાસ જોઈએ તો ઓલ-ટાઈમ હાઈ પર પહોંચ્યા પછી ફક્ત એક જ વાર સોનાની કિંમતમાં ૫૦% કે તેથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. જોકે ૨૦% થી ૩૦% સુધી ભાવ ઘણી વખત ઘટ્યા છે.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરને આક્રમક રીતે વધારીને લગભગ ૨૦% કરી દીધા, પછી સોનાની ચમક ઝાંખી પડવા લાગી.
ભારતમાં બજારમાં ઘટાડો ૧૫ થી ૨૦% જ થઈ શકે છે. ૧૯૮૨-૧૯૮૫ આવતા-આવતા સોનાના ભાવ ઘટીને $૩૦૦ થી $૩૫૦ પ્રતિ ઓસની વચ્ચે આવી ગયા. આ ઓલ-ટાઈમ હાઈથી ૫૦% થી વધુનો ઘટાડો હતો. વર્ષ ૨૦૦૮ ની વૈશ્વિક આર્થિક મંદી પછી, સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગમાં ઘણો વધારો થયો. સપ્ટેમ્બર ૨૦૧૧ માં સોનું $૧,૯૨૦ પ્રતિ ઓસના તત્કાલીન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું. મંદી પછી, જેમ જેમ અમેરિકી અને વૈશ્વિક અર્થતંત્ર પટા પર પાછા ફરવા લાગ્યા, રોકાણકારોએ સોનામાંથી પૈસા કાઢીને શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ ડિસેમ્બર ૨૦૧૨ સુધાર્મા સોનું $૧,૦૫૦ પ્રતિ ઓસના નીચલા સ્તરે આવી ગયું, જે તેના ઓલ ટાઈમ હાઈથી લગભગ ૪૫% નો ઘટાડો હતો.