Loading Please Wait !!!
ગ્લેમર વર્લ્ડમાં કામ સામે ‘સૂવું’ પડે !

  • ગ્લેમરનું સત્યઃ આકાંક્ષા ચૌધરીનો ચોંકાવનારો ખુલાસો
  • આકાંક્ષાઓ પોતાનો ભૂતકાળનો કડવો અનુભવ શેર કર્યોઃ ઈન્ડસ્ટ્રીના કાસ્ટિંગ કાઉચના સ્ફોટક પર્દાફાશ

ગ્લેમર અને ફેશન ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી ઝાકઝમાળ ભરેલી દેખાય છે, તેની પાછળનું સત્ય ક્યારેક એટલું જ ભયાનક અને ચોંકાવનારું હોય છે. મોડેલિંગ કે એક્ટિંગના ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવવા માંગતા નવયુવાનોએ ક્યારેક એવા રસ્તાઓ કે પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે જેની તેમણે ક્યારેય કલ્પના પણ નથી કરી હોતી.તાજેતરમાં જ રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા અને લોક અપ ૨ ની સ્પર્ધક રહી ચૂકેલી મોડેલ આકાંક્ષા ચૌધરીએ પોતાના ભૂતકાળનો એક એવો કડવો અનુભવ શેર કર્યો છે, જેનો આ ઇન્ડસ્ટ્રીના કાસ્ટિંગ કાઉચ અને શોષણના કડવા સત્યને ફરી

એકવાર લોકો સમક્ષ લાવી દીધું છે.આકાંક્ષાએ શોમાંથી બહાર થતાં પહેલાં ખુલાસો કર્યો હતો કે પોતાની કારકિર્દીના પ્રારંભિક દિવસોમાં, જ્યારે તેને આર્થિક મદદની સખત જરૂર હતી, ત્યારે બ્યુટી પેજન્ટ ઇન્ડસ્ટ્રીના એક ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિએ તેની આ લાચારીનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો અને પૈસાના બદલામાં શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી હતી.આકાંક્ષા ચૌધરીએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે, આ ઘટના એ સમયની છે જ્યારે તે મોડેલિંગ ક્ષેત્રમાં નવી હતી અને એક મોટા બ્યુટી પેજન્ટ (સૌંદર્ય સ્પર્ધા) માં ભાગ લેવા તૈયારી કરી રહી હતી.

  • ઘરમાં પ્રવેશતા જ અયોગ્ય વર્તન અને શારીરિક સ્પર્શ

પરંતુ, ઘરે પહોંચ્યા પછી જે બન્યું તેની આકાંક્ષાએ સ્વપ્નેય કલ્પના કરી નહોતી. આકાંક્ષા જણાવ્યા અનુસાર, જેવો તે ઘરમાં ગઈકે તરત જ પેલા વ્યક્તિએ તેની સાથે અયોગ્ય વર્તન કરવાનું શરૂ કરી દીધું.પોતાના અનુભવને યાદ કરતાં આકાંક્ષાએ કહ્યું, “હું જ્યારે ગઈ ત્યારે તે આવ્યા, તેમણે પહેલા મને સામાન્ય ગળે મળવા (હગ કરવા) માટે અભિગમ અપનાવ્યો, પરંતુ હગ કરવાને બદલે તેમણે મને ધક્કો માર્યો અને પકડી લીધી.” આકાંક્ષાએ આગળ જણાવ્યું કે તેઓ સતત પોતાને છોડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે વ્યક્તિ તેને પકડી રાખવાની કોશિશ કરી રહ્યો હતો. આકાંક્ષાએ કહ્યું, “તે ઉંમરમાં ઘણો મોટો (વૃદ્ધ) હતો, એટલે મેં હિંમત કરીને તેનો હાથ જોરથી પકડ્યો અને આંચકો મારીને પોતાને તેનાથી દૂર કરી.”

  • પૈસાના બદલામાં શારીરિક સંબંધની ખુલ્લેઆમ માંગ

માત્ર અયોગ્ય સ્પર્શ જ નહીં, પરંતુ એ પછી પેલા વ્યક્તિએ આકાંક્ષા સામે જે શરત મૂકી તે સાંભળીને કોઈપણ શોક થઈ જાય. આકાંક્ષાના આક્ષેપ મુજબ, પેલા પ્રભાવશાળી વ્યક્તિએ તેને આર્થિક મદદ આપવાના બદલામાં રૂપષ્પાળે શારીરિક સંબંધ બાંધવાની માંગ કરી. આકાંક્ષાએ શોમાં આ ખુલાસો કરતાં કહ્યું, “તેણે મને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હું તને આટલા પૈસા આપી રહ્યો છું, પણ તેના બદલામાં તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે. વાત માત્ર આટલેથી જ ન અટકી, તેણો તો આખી ટાઈમલાઈન નક્કી કરી દીધી હતી. તેણે કહ્યું કે એક મહિનામાં તારે મારી સાથે પ થી ૬ વાર સૂવું પડશે.” પૈસાની મદદ માટે આ રીતે મહિનામાં કેટલી વાર સંબંધ બાંધવો પડશે તેની શરતો સાંભળીને આકાંક્ષા સ્તબ્ધ થઈ ગઈ હતી.

  • ઇન્ડસ્ટ્રીની કાસ્ટિંગ કાઉચ પર સવાલો

આકાંક્ષાએ જ્યારે આ ઘટના શેર કરી ત્યારે ત્યાં હાજર અન્ય કન્ટેસ્ટન્ટ્સ અને દર્શકો પણ હેરાન રહી ગયા હતા. આકાંક્ષાએ પોતાના આક્ષેપોમાં એ વ્યક્તિના નામે કોઈ જાહેસત કરી નથી અને આ દવાની કોઈ સ્વતંત્ર ચકાસણી પણ થઈ નથી, પરંતુ આ ઘટના એ વાત સાબિત કરે છે કે ગ્લેમર ક્ષેત્રમાં આજે પણ સંઘર્ષરત કલાકારોની લાચારીનો ગેરલાભ ઉઠાવનારા લોકો અસ્તિત્વ ધરાવે છે.