65 ગુનામાં સામેલ અને 7 ગુનામાં વોન્ટેડ કુખ્યાત બુટલેગર ચાકુબની ધરપકડ
દમણના સેલવાસથી વિદેશી દારૂનું નેટવર્ક ચલાવતો
» બુટલેગર બે દિવસના રિમાન્ડ ઉપર : વધુ આરોપીઓને પકડી લેવા મથામણ
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં બેફામ બનેલી ગુનાખોરી અટકાવવાના પોલીસના અભિયાન દરમ્યાન મૂળ રાજકોટના અને કેટલાક સમયથી દમણના સેલવાસથી દારૂનું નેટવર્ક ચલાવતો કુખ્યાત બુટલેગર ચાકુબ મોટાણી સહીત બે શખ્સોને પીસીબીની ટીમે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી દબોચી લીધો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના જામનગર રોડ ઉપર વાંકાનેર સોસાયટીમાં અને હાલ દમણમાં રહેતો લિસ્ટેડ પ્રોહી. બુટલેગર ચાકુબ મુસાભાઈ મોટાણી સહીત આવતો હોવાની માહિતીના આધારે પીઆઈ ગોંડલીયા સહીતની ટીમે વોચ ગોઠવી ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી લઈ વિશેષ પૂછતાછ કરતા વધુ એક આરોપી ભગવતી પરમંદો ખેતો મુન્દો ઉર્ફે યાસન હસમને ઝડપી લઈ વધુ પૂછતાછ માટે બે
દિવસના રિમાન્ડ મેળવી કાર્યવાહી કરી છે. અગાઉ ૬૫ જેટલા ગુનામાં સામેલ અને ત્રણ વખત પાસાની હવા ખાઈ ચુકેલા ચાકુબ સાત ગુનામાં અને ગુજરાતના એક ડઝન ગુનામાં સંડોવાઈ ચૂંક્યો છે. તે.દમણ/સેલવાસ બેસીને મોટું નેટવર્ક ચલાવતો હતો. તેણે કોસ્મેટિક આઈટમ્સની ખોટી બિલ્લીઓ બનાવી સેલવાસ ખાતેથી ટ્રાન્સપોર્ટ પાર્સલોમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાજકોટ મોકલ્યો હતો. જે ગુનામાં રાજકોટ સહીત ટ્રાન્સપોર્ટમાં ડિલિવરી લેનાર સાગરીતોને પકડી લેવા કાર્યવાહી કરી છે.