Loading Please Wait !!!
શહનાઝ ગીલ અને રાઘવ જુયાલ પ્રેમમાં!

ગીલે કહ્યું મુંબઈમાં મારો એક જ સહારો છે

સિટી ન્યૂઝ@મુંબઈ

શહનાઝ ગીલ અને રાઘવ જુયાલ વચ્ચેના સંબંધો અંગેની અટકળો ઘણા સમયથી કરતી થઈ રહી છે. થોડા દિવસો પહેલા જ્યારે શહનાઝ રાઘવના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી ત્યારે આ અફવાઓએ વધુ વેગ પકડ્યો. ભીડ વચ્ચે, રાઘવ શહનાઝનું રક્ષણ કરતો જોવા મળ્યો અને બંને હાથ પકડીને જોવા મળ્યા. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં શહનાઝ ગીલે ખુલ્લેઆમ આ ડેટિંગ અફવાઓનો ઉલ્લેખ કર્યો અને અભિનેતા રાઘવની પ્રશંસા પણ કરી. પંજાબી અભિનેત્રી શહનાઝ ગિલ બિગ બોસ ૧૩થી પ્રખ્યાત થઈઅને ત્યારથી તેણે સલમાન ખાન સાથે ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં બોલિવુડમાં પ્રવેશ કર્યો. રાઘવ જુયાલે પણ આ ફિલ્મમાં અભિનય કર્યો. સલમાન આંદે ટિપ્પણી કર્યા પછી બંને વચ્ચેના સંબંધ અંગેની અટકળો શરૂ થઈ.