સુરેન્દ્રનગર પંથકના ટેન્કર ચાલકની અટકાયત
- જેતપુર પાસેથી 5400 લીટર ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું
- સેમ્પલ લેબમાં મોકલાયા : શંકાસ્પદ દૂધનો આ જથ્થો જૂનાગઢથી મુળી મોકલવાનો હોવાનું ખુલ્લું
સિટી ન્યૂઝ@ સુરેન્દ્રનગર
રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. અને એસ.ઓ.જી. શાખાએ જેતપુર તાલુકામાંથી ૫૪૦૦ લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં સુરેન્દ્રનગર પંથકના એક ટેન્કર ચાલકની અટકાયત કરવામાં આવી છે શંકાસ્પદ દૂધનો આ જથ્થો જૂનાગઢથી મુળી મોકલવાનો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ રેಂજનાઈ.જી.પી. નિલિંસ રાય અને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર (IPS) ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા માટે સઘન ઝુંબેશ
ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, એલ.સી.બી. અને એસ.ઓ.જી.ના સંયુક્ત સ્ટાફને બાતમી મળી હતી કે એક આઈસર ટેન્ડરમાં ભેળસેળયુક્ત દૂધનો જથ્થો જૂનાગઢથી રાજકોટ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે જેતપુર તાલુકા વિસ્તારમાં વોચ ગોઠવી ટેન્કરને આંતર્યું હતું.તપાસ દરમિયાન ટેન્ડરમાંથી કુલ ૫૪૦૦ લીટર શંકાસ્પદ અને ભેળસેળયુક્ત દૂધ મળી આવ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂપિયા ૨,૭૦,૦૦૦/- થાય છે. ઘટનાસ્થળે ફૂ ફ્ડ એન્ડ સેફટી ઓફિસર એસ.જે. કટારીયા દ્વારા દૂધના સેમ્પલ લેવામાં
આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં દૂધ ભેળસેળયુક્ત અને ખાવાલાયક ન હોવાનું સ્પષ્ટ થયું હતું.વાર બાદ, ટેન્કર ચાલકની હાજરીમાં કાયદેસરના ધોરણો મુજબ આ સમગ્ર દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ટેન્કર ચાલક સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના ખાખરાળ ગામનો ભરતભાઈ માર્મેથાભાઈ લોહની અટકાયત કરી પોલીસે રૂપિયા ૨,૭૦,૦૦૦ની કિંમતમાં ૫૪૦૦ લીટર દૂધનો નાશ કર્યો હતો આ જથ્થો જૂનાગઢથી મુળી મોકલવાનો હોવાથી જાણવા મળ્યું છે.