લોહાણા સમાજની નાગપંચમીની ઉજવણી
વ્રતકથા સાંભળી, ફુલેરનો પ્રસાદ અને ઠંડા ભોજનથી પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરી
સિટી ન્યૂઝ@રાજકોટ
રઘુવંશી સમાજ દ્વારા પરંપરાગત રીતે અષાઢ વદ પાંચમ નિમિત્તે નાગપંચમીનો પવિત્ર તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. સવારે શુભ ચોઘડિયામાં નાગ દેવતાનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો, વડીલો, મહિલાઓ, યુવાનો અને બાળકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
નાગદેવની આરાધના કરી સમાજ, ગામ, રાજ્ય અને દેશના સુખ સમૃદ્ધિ, શાંતિ તથા સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. રઘુવંશી સમાજમાં અષાઢ વદ પાંચમે નાગ પાંચમ ઉજવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. આ દિવસ સમાજ માટે આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાના જતનની પ્રતીક માનવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ નાગદેવ પ્રકૃતિના રક્ષક છે અને ભગવાન શિવના ગળામાં વિરાજમાન નાગ તેમજ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કાણીયા નાગના દમનની
કથાઓ નાગપૂજાનું વિશેષ મહત્વ દર્શાવે છે. આ તકે યુવા પ્રેસ પ્રતિનિધિ હર્ષલ જંઘેડીયાએ પણ નાગદેવતાનું વિધિવત પૂજન- અર્ચન કરી સમગ્ર સમાજ, ગામ, રાજ્ય અને દેશના સુખ, સમૃદ્ધિ, શાંતિ અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. તેમણે નાગ પાંચમના પાવન અવસરે સમાજમાં એકતા, ભાઈચારો અને ભારતીય સંસ્કૃતિના જતનનો સંદેશ પણ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો અને રઘુવંશી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાનું સુંદર દર્શન થયું હતું.
- નાગની પૂજાનું વિશેષ મહત્વ અને ધાર્મિક માન્યતા
આપણે ત્યાં સદીઓથી નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. નાગદેવતાને દૂધ ચઢાવવામાં આવે છે. શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમી ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગદેવતાની પૂજા અર્ચના કરે છે, હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમી પણ સમાવેશ થાય છે. નાગપંચમીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. ધર્મગ્રંથોમાં પણ આજના દિવસે નાગદેવતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. આજના દિવસની વિશેષ ઉજવણી હિન્દુ ધર્મગ્રંથોમાં દેવો અને દાનવો વચ્ચે થયેલા યુદ્ધ સાથે સંકળાયેલી જોવા મળે છે. સમુદ્ર મંથન વખતે અમૃત પીવાને લઈને દેવો અને દાનવો વચ્ચે ભયાવહ યુદ્ધ સર્જાયું હતું, ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ મોહિની અવતાર ધારણ કરીને દેવો અને દાનવો વચ્ચે અમૃતની વહેંચણી કરી હતી, આ દરમિયાન વિષ્ણુ ભગવાન દ્વારા દેવોને અમૃતનું પાન કરાવ્યા બાદ દાનવોને અના ચઢામાંથી અમૃત સિવાયનું પાન કરાવવામાં આવતું હતું, જેની જાણ દાનવોને થતા દાનવો સૂર્ય અને ચંદ્રની વચ્ચે બિરાજમાન થઈને અમૃતનું પાન કરી લેય છે, આવા સમયે ભગવાન વિષ્ણુએ દાનવો અમૃતનું પાન કરી ગયા છે, તેવી જાણ થતાં તેમના શીશનું છેદન કરી દેવામાં આવે છે, આથી દાનવને બે ભાગ કરવામાં આવતા એક ભાગને રાહુ અને બીજા ભાગને કેતુ નામ આપવામાં આવ્યું હતું. ભારત દેશ કૃષિપ્રધાન દેશ છે. નાગે જેતરનો રક્ષક માનવામાં આવે છે. તેથી તેને ક્ષેત્રપાળ પણ કહેવામાં આવે છે. જીવ જંતુ, ઉંદર વગેરે જે પાકને નુકશાન કરે છે તેનો નાશ કરે છે અને ખેતરમાં પાકનું રક્ષણ કરે છે. નાગ દેવતા પ્રકૃતિ અને માનવી સાથે તાલમેલ દર્શાવે છે.