Loading Please Wait !!!
લોહાણા મહાપરિષદની સૌરાષ્ટ્ર ઝોન-૩ બેઠક સોમનાતમાં યોજાઈ

સિટી ન્યૂઝ@ગીર સોમનાથ

શ્રી લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખ સતિષભાઈ મિલાણીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર ઝોન-૩ના પ્રમુખ પાર્થભાઈ ગીરીશભાઈ કોટ્યાની વરણી બાદ પ્રથમ બેઠક સોમનાથ ખાતે યોજાઈ હતી. બેઠકમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના લોહાણા પરિવારો સુધી મહાપરિષદની વિવિધ સહાય યોજનાઓ પહોંચાડવા ચર્ચા કરવામાં આવી હતી.

હોટલ આદિત્ય સોમનાથ ખાતે સ્થાનિક મહાજનના હોદ્દેદારોના યજમાનપદે યોજાયેલી બેઠકમાં કેશોદ, માંગરોળ, વિસાવદર, મેંદરડા, ગીરગઢડા, કોડીનાર, ઉના અને

લાલવા બહાર મૂકાયો હતો.

બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોન-૩ના વાઈસ પ્રેસિડેન્ટ ચતીનભાઈ કાસ્ટિયા, કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા, સેક્રેટરી વિજયભાઈ જખ્બર, વેરાવળ રીજીનલ પ્રમુખ ચિરાગભાઈ કઠ્ઠસ, ઉપપ્રમુખ ભરતભાઈ સોમૈયા, સેક્રેટરી જયેશભાઈ શિંગાળા, જોઈન્ટ સેક્રેટરી અનિસ રાયચ સહિત જૂનાગઢ અને ગીર સોમનાતના વિવિધ તાલુકાના હોદ્દેદારો તથા મહિલા વિંગના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જૂનાગઢ ભાજપ શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા અને ગીર સોમનાથ ભાજપ તથા સમાજ અગ્રણી ઝવેરીભાઈ ઠકરારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.