Loading Please Wait !!!
કાઠમંડુમાં ગુંજ્યું ‘રાજકોટ’; મુદ્રા ઇવેન્ટ્સે રચ્યો એવોર્ડનો રેકોર્ડ

  • નેપાળમાં EMF ગ્લોબલ ACE એવોર્ડ્સ 2026નું ભવ્ય સમાપન
  • મુદ્રા ઇવેન્ટ્સના મિતુલ દોંગાએ શિલ્પા શેટ્ટીના હસ્તે 7 એવોર્ડ મેળવ્યા
  • ઇવેન્ટ મેનેજમેન્ટ, વેડિંગ પ્લાનિંગ અને એક્સપિરિયન્શિયલ માર્કેટિંગ ઉદ્યોગના ‘ઓસ્કાર’ સમાન એવોર્ડમાં રાજકોટની મુદ્રા ઇવેન્ટ્સે વૈશ્વિક મંચ પર દેખાડ્યો દમ

સિટી ન્યૂઝ@રાજકોટ

ઇવેન્ટ મેનેજમેન્ટ, વેડિંગ પ્લાનિંગ અને એક્સપિરિયન્શિયલ માર્કેટિંગ ઉદ્યોગના ‘ઓસ્કાર’ સમાન ગણાતા અત્યંત પ્રતિષ્ઠિત ‘EMF ગ્લોબલ ACE કન્વેશન અને એવોર્ડ્સ ૨૦૨૬’ નું તાજેતરમાં નેપાળના કાઠમંડુ ખાતે સફળતાપૂર્વક સમાપન થયું છે. ૩૦ જુલાઈથી ૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન કાઠમંડુની જાણીતી હોટેલ ‘ધ સોલટી’ (The Soaltee) ખાતે યોજાયેલા આ અંતરરાષ્ટ્રીય મેગા-ઇવેન્ટ્સે વૈશ્વિક ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી માટે શ્રેષ્ઠતાના નવા માપદંડો સ્થાપિત કર્યા છે.

નેપાળમાં પ્રથમ વખત આયોજિત આ ભવ્ય અંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ૭ દેશોના ૫૫૦થી વધુ ડેલિગેટ્સે ભાગ લીધો હતો. આ ગ્લેમરસ એવોર્ડ સમારંભમાં ગુજરાતની ટોચની ઇવેન્ટ કંપનીઓમાં સ્થાન ધરાવતી ‘મુદ્રા ઇવેન્ટ નેટવર્ક્સ’ નો દબદબો જોવા મળ્યો હતો. મુદ્રા ઇવેન્ટ્સે આ અંતરરાષ્ટ્રીય મંચ પર ૬ ગોલ્ડ, ૧

સિલ્વર અને ૧ બ્રોન્ઝ મળીને કુલ ૭ શાનદાર એવોર્ડ્સ પોતાના નામે કર્યા હતા. સૌથી ગૌરવપૂર્ણ ક્ષણ એ હતી જ્યારે ‘બેસ્ટ વેડિંગ ઓફ ધ યર’ નો પ્રતિષ્ઠિત ગોલ્ડ એવોર્ડ મુદ્રા ઇવેન્ટ્સને જાણીતી બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પીઢ અભિનેતા શક્તિ કપૂરની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૧૧ માં શરૂ થયેલી મુદ્રા ઇવેન્ટ નેટવર્ક્સ આજે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં કાર્યરત છે. કંપની ઇવેન્ટ પ્લાનિંગ, ઇવેન્ટ મેનેજમેન્ટ, આર્ટિસ્ટ મેનેજમેન્ટથી માંડીને ઇન-હાઉસ ડેકોર અને પ્રોડક્શન જેવી વ્યાપક સેવાઓ પૂરી પાડે છે. તેમની વિશેષતા ખાસ કરીને લક્ઝરી વેડિંગ, ડેસ્ટિનેશન વેડિંગ, અને નવરાત્રી જેવા સામાજિક ઉત્સવોમાં છે. આ ઉપરાંત, તેઓ કોર્પોરેટ અને સરકારી ઇવેન્ટ્સ પણ અત્યંત કુશળતાથી સંભાળે છે. રસપ્રદ વાત એ છે, મુદ્રા ઇવેન્ટ્સ માત્ર એક ઇવેન્ટ કંપની નથી,

પરંતુ તે ઓઈલ મિલ, સોલવન્ટ એક્સટેક્શન પ્લાન્ટ અને રિફાઈનરી, એન્જિનિયરિંગ સેક્ટર, બાંધકામ, એચોકોમોડિટી, ટેક્સટાઈલ અને ફાઈનાન્સિયલ સોલ્યુશન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત એક વિશાળ બિઝનેસ ગ્રુપનો અભિભાગ ભાગ છે.

૭ એવોર્ડ્સ અને એક અખૂટ જૂનૂન (૭ Awards. One Passion.) ના મંત્ર સાથે આગળ વધતી આ કંપનીની ભવ્ય સફળતાનો શ્રેય તેમની વિશાળ અને નિષ્ણાત ટીમને પાત્ર જાય છે. ટીમ મુદ્રામાં અનુભવી ઇવેન્ટ પ્લાનર્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, આર્કિટેક્ટ્સ, મેનેજમેન્ટ અને પ્રોડક્શન ટીમના સભ્યો સામેલ છે, જેઓ દરેક ઇવેન્ટને અનોખી અને યાદગાર બનાવવા રાત-દિવસે એક કરે છે. આ નિષ્ણાત ટીમના મજબૂત સપોર્ટ અને અદ્યતન ઇન-હાઉસ પ્રોડક્શન સુવિધાઓ જોરે જ મુદ્રા ઇવેન્ટ્સ આજે ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે ગુજરાતની અગ્રણી કંપની બનીને ગૌરવશાળી શિખરે બિરાજમાન છે.