Loading Please Wait !!!
લગ્નના લમા દિવસે માસીનું મોત થયું, નાગપુર જવું છે કહી દાગીના સાથે યુવતી ગાયબ; સુરતમાં માસી જીવતા મળ્યા

ગોંડલના યુવકને લૂટેરી દુલ્હનનો ભેટો, રૂપિયા 3.50 લાખની ઠગાઈ

સિટી ન્યૂઝ@ગોંડલ

કોટડા સાંગાણી રોડ પર રોયલ પાર્ક-૧માં રહેતા યુવકને લગ્ન નામે ફસાવી રૂ. ૩.૫૦ લાખની છેતરપિંડી કરયાનો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના માત્ર ૯ દિવસ બાદ નવવધૂએ માસીનું મોત થયું છે, નાગપુર જવું પડ્શે તેમ કહી ઘર છોડી ફોન બંધ કરી દીધો હતો. યુવકે સુરત જઈ તપાસ કરતાં માસી જીવતા મળ્યા હતા. બાદમાં સુરત કાપોદ્રા પોલીસે લૂટેરી દુલ્હન ગેંગને ઝડપી પાડતાં સમય ભાડો ફૂટ્યો હતો.ગોંડલમાં ઇલેક્ટ્રિક રિપેરિંગનું કામ કરતા વિમલભાઈ અણધિકભાઈ મોવલીયા લગ્ન માટે કન્યા શોધતા હતા. માસિયાભાઈ મારફતે સુરતના દલાલ જયેશ પટેલનો સંપર્ક થયો હતો. તેણે રાહુલની સાળી પ્રણાલીનો ફોટો બતાવી લગ્ન કરાવવાના બદલામાં રૂ. ૩ લાખની માંગણી કરી હતી.

ત્યારબાદ રાહુલ, તેની પત્ની સપના, જયેશ અને પ્રણાલી ગોંડલ આવ્યા હતા. તા. ૨૦/૦૭/૨૦૨૫ના રોજ વિમલભાઈ પરિવાર સાથે સુરત ગયા હતા અને વાસદા ગામે ફૂલહાર વિધિથી લગ્ન કર્યા  હતા. લગ્ન સમયે રૂ. ૩ લાખ રોકડા અપાયા હતા અને પ્રણાલીને રૂ. ૫૦ હજારના સોનાના દાગીના પહેરાવવામાં આવ્યા હતા. લગ્નના ૬ દિવસ બાદ વિમલભાઈ કામે બહાર ગયા ત્યારે પ્રણાલીએ ફોન કરી માસીનું મોત થયું હોવાથી નાગપુર જવાનું જણાવતું હતું.

ત્યારબાદ તેણે ફોન બંધ કરી દીધો હતો. વિમલભાઈએ સુરત જઈ તપાસ કરતાં માસી ઘરે જીવતા હાજર હતા, જ્યારે ગંગના સબ્યો ગાયબ હતા. દરમિયાન ફરિયાદીની બહેને અખબાર અને ઇન્સ્ટાગ્રામ પર કાપોદ્રા પોલીસનો વીડિયો જોયો હતો, જેમાં પ્રણાલી અને રાહુલ લૂટેરી દુલ્હનના ગુનામાં ઝડપાયેલા જોવા મળ્યા હતા. આથી વિમલભાઈએ ગોંડલ સિટી પોલીસમાં હિતેશ ઉર્ફે રાહુલ રતિલાલ કાપડીયા, તેની પત્ની સપના, જયેશ પટેલ અને મહારાષ્ટ્રની પ્રણાલી ઉર્ફે પ્રિયા ગણોશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂ. ૩ લાખ રોકડા અને રૂ. ૫૦ હજારના દાગીના મળી કુલ રૂ. ૩.૫૦ લાખની ઠગાઈ અંગે BNS કલમ ૩૧૮(૪) અને ૬૧(૨) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.