અભિનેત્રીઓએ સ્કર્ટને અનોખી રીતે પહેરીને ફેશનના નવા ટ્રેન્ડ્સ સર્જ્યા
સ્કર્ટ એક એવી ફેશન આઇટમ છે જે ક્યારેય ટ્રેન્ડમાંથી બહાર જતી નથી. જેમકે ડીડીએલજીની કાજોલ હોય કે ૨૦૧૧માં આવેલી દિલવાલે કાજોલ હોય, દરેક સ્કર્ટ લુક ટ્રેન્ડમાં રહે છે. દીપિકા પાદુકોણે સબ્યસાચીનાં લાંબા સ્કર્ટને સફેદ શર્ટ સાથે ક્લાસિક અંદાજમાં સ્ટાઇલ કર્યું હોય કે નવી પેઢીની અભિનેત્રી અનન્યા પાડેએ શોર્ટ ડેનિમ સ્કર્ટ અને ક્રોપ ટોપમાં કેઝ્યુઅલ ડે-લુકને પરફેક્ટ બનાવ્યો હોય - બોલિવુડ અભિનેત્રીઓએ સ્કર્ટને અનેક અનોખી રીતે પહેરીને ફેશનના નવા ટ્રેન્ડ્સ સર્જ્યા છે. સ્કર્ટની ફલોરલ પ્રિન્ટ હોય, મેટાલિક ફિનિશ હોય કે ક્લાસિક ગિનિમલિસ્ટ લુક - બોલિવુડની અનેક અભિનેત્રીઓએ સ્કર્ટને પોતાની અનોખી સ્ટાઇલ સાથે રજૂ કરીને ફેશનપ્રેમીઓ માટે નવી ઇસ્પિરેશન પુરી પાડી છે. અહીં એવી પાંચ અભિનેત્રીઓના લુક્સ પર એક નજર કરીએ. દીપિકા પાદુકોણની ફ્લોરલ ફેમિનિન સ્ટાઇલથી લઈને કિયારા અડવાણીના મિનિમલિસ્ટ લુક સુધી, દરેક અભિનેત્રીએ સ્કર્ટને પોતાની અલગ ઓળખ આપી છે.