Loading Please Wait !!!
અંબાણીના એન્ટિલિયામાં હીરા જડિત શ્રીનાથજીનું અદભૂત મંદિર: ચાંદી એ મઢેલા દરવાજા

16000 કરોડના ઘરમાં કાનુડાની પેઇન્ટિંગ સુંદર દ્રશ્ય કંડારેલું છે

અંબાણી પરિવારનું ઘર ‘એન્ટિલિયા’ વિશ્વનું બીજું સૌથી મોંઘું ઘર છે. સ્થાપત્યની અજાયબી સમાન ‘એન્ટિલિયા’માં નાનકડું નાથદ્વારા પણ વસાવવામાં આવ્યું છે. તાજેતરમાં અંબાણી પરિવારના ઘરે યોજાયેલા ધાર્મિક કાર્યક્રમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મંદિરની ઝલક જોવા મળી રહી છે. આ પૂજા ઘરના ખૂણેખૂણામાં ભારતીય કારીગરીના ઉત્તમ નમૂના જોવા મળી રહ્યા છે. વાસ્તવમાં, મેકઅપ આર્ટિસ્ટ સૌરવ રોયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો છે, જેમાં નીતા અંબાણી એન્ટિલિયામાં આવેલા 'નાથદ્વારા' મંદિરમાં પૂજા કરતા અને કૃષ્ણ ભક્તિમાં લીન જોવા મળ્યા. વીડિયોની શરૂઆતમાં નીતા અંબાણી શ્રીનાથજીની હીરા જડિત મૂર્તિ તરફ મોં રાખીને ઊભા છે. તેમની પાછળ એક સુંદર અને ભવ્ય મંદિર દેખાઈ રહ્યું છે. ચાંદીથી મઢેલા ભવ્ય દરવાજા અને આરસામાં ફ્રિનાવટપૂર્વકની કોતરણી કરેલા મંદિરની વચ્ચોવચ્ચ શ્રીનાથજીની મોટી પ્રતિમા જોવા મળી રહી છે. પિછવાઈ ચિત્રકળાના આધાર પર બનેલી આ પ્રતિમામાં શ્રીનાથજી બાવાનું દિવ્ય સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ પ્રતિમાને ગોલ્ડન ફેમમાં મઢેલી છે. મંદિરના દ્વાર પર લક્ષ્મીજીના પગલાં દેખાઈ રહ્યા છે. તેની આગળ લાલ જાجم પાથરેલી છે. શ્રીનાથજીની પ્રતિમા પાસે ચાંદીના દીવો ગૂંફેલા છે.