Loading Please Wait !!!
રાજા હત્યાકાંડ; સોનમ રઘુવંશી સરેન્ડર કરે: સુપ્રીમ કોર્ટ

સિટી ન્યૂઝ@નવીદિલ્હી

ઇન્દોરના રાજા રઘુવંશી હત્યાકાંડની આરોપી સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટે આત્મસમર્પણ કરવાની સલાહ આપી છે. જસ્ટિસ એમએમ સુંદર અને જસ્ટિસ પીબી વરાલેની બેન્ચે સોનમના વકીલને કહ્યું- તેમની પાસે બે વિકલ્પો છે-પહેલો- જો તેઓ ઈચ્છે તો આ અદાલત મેઘાલય સરકારની અપીલ પર તેમની દલીલો સાંભળીને અંતિમ આદેશ પસાર કરી શકે છે.બીજો- સોનમ હાલમાં આત્મસમર્પણ કરે જેથી તપાસ એજન્સીઓ તેની પૂછપરછ કરી શકે અને આ દરમિયાન જામીનના મુદ્દા પર પણ વિચારણા કરી શકાય. કોર્ટ આ કેસની આગામી સુનાવણી ૨૩ જુલાઈએ કરશે. તે જ દિવસે એ નિર્ણય થઈ શકે છે કે સોનમના જમીન યથાવત રહેશે કે તેને જેલવું પડશે.આ જ વર્ષે ૨૬ એપ્રિલે મેઘાલય

હાઈકોર્ટ સોનમને જામીન આપ્યા હતા. મેઘાલય સરકારે જામીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.સુપ્રીમ કોર્ટે ઘટના બાદ સોનમના વર્તન અને કાનૂની તર્કો પર પણ સવાલ ઉઠાવ્યા. કોર્ટે પૂછ્યું કે ધરપકડ સમયે કારણો ન જણાવવામાં મુદો પહેલા કેમ ઉઠાવવામાં આવ્યો ન હતો? તેના પર સોનમના વકીલે નિર્દેશ લેવા માટે સમય માંગ્યો અને કહ્યું કે તેઓ ગુરુવાર સુધીમાં પોતાનો જવાબ દાખલ કરશે.જ્યારે, મેઘાલય સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સોનમના જામીનને વિરોધ કરતા કહ્યું કે તેને પોલીસ સમક્ષ સ્વેચ્છાએ આત્મસમર્પણ કર્યું હતું.