Loading Please Wait !!!
વીરનગર હત્યા કેસમાં આરોપીને હાઈકોર્ટમાંથી કાઠી શખ્સને જામીન

  • સેસન્સ કોર્ટમાં રાહત ન મળતાં હાઈકોર્ટ પહોંચ્યો; પુરાવાની સ્થિતિ ધ્યાને લઈ અરજી મંજૂર

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લાના વીરનગર ગામની સીમમાં થયેલા હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે આરોપી અజయ મંગુભાઈ ભોજકને શરતી નિયમિત જામીન મંજૂર કર્યા છે. અગાઉ સેસન્સ કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી, જેના કારણે આરોપીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

ફરિયાદ મુજબ, ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ લાલજી મકવાણા ગુમ થયા બાદ તેમની પત્ની પાસેથી રૂ. ૨૦,૦૦૦ એક અજાણ્યા વ્યક્તિ લઈ ગયો હતો. ત્યારબાદ પરિવારજનોએ આસપાસ શોધખોળ કરી અને ગુમ થવાની નોંધ પણ કરાવી હતી. ૩૧ ઓગસ્ટે જસદણ પોલીસે અજાણી લાશોનો ફોટો બતાવતા તેની ઓળખ લાલજી મકવાણા તરીકે થઈ હતી. લાશ વીરનગર ગામની સીમમાં કનેસરા ગામ નજીકના વિસ્તારમાં મળી આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી હતી.

ફરિયાદમાં આલફુ જેબલિયા, અજય ભોજક અને સિદ્ધરાજ ગીડા સામે અપહરણ અને ઉધારિયાના વિવાદને પગલે હત્યા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આટકોટ પોલીસે BNSની કલમ ૧૦૩(૧), ૧૪૦(૧), ૩૦૨(૫) અને ૩(૫) હેઠળ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી અને બાદમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

હાઈકોર્ટમાં બચાવ પક્ષ  કરી હતી કે અરજદારે મૃદકને કોઈ ઈજા પહોંચાડ્યાનો સીધો પુરાવો ઉપલબ્ધ નથી. ઉપરાંત તેમની પાસેથી કોઈ હથિયાર પણ મળ્યું નથી અને ચાર્જશીટમાં તેમની હાજરી તથા ભૂમિકા પ્રથમ દૃષ્ટિએ સ્પષ્ટ થતી નથી. બચાવ પક્ષ વધુમાં રજૂઆત કરી હતી કે તપાસ પૂરી થઈ ચૂકી છે અને ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાથી આરોપીને વધુ કસ્ટડીમાં રાખવાની જરૂરિયાત નથી.

કાયદાકીય પરિસ્થિતિ, ચાર્જશીટ અને પોલીસ તપાસના દસ્તાવેજોને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે અજય મંગુભાઈ ભોજકને શરતી જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ નિર્ણય બાદ કેસની આગળની કાર્યવાહી ટ્રાયલ દરમિયાન થશે.

આ કેસમાં આરોપી વતી ગુજરાત હાઈકોર્ટના સીનીયર એડવોકેટ નિપુણભાઈ નાણાવટી તથા રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, મીલન એચ. જોષી, જોધુભા સાકરીયા, જયવિર બારૈયા, ધવલ પુરોહીત, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, યશ ખેર, જય અબકરી, સહેદેવસિંહ રાઠોડ રોકાયેલા હતા.