Loading Please Wait !!!
શહેરમાં ૭ માસમાં ટ્રાફિક નિયમ ભંગના 89 હજારથી વધુ કેસો કરી રૂ.3.42 કરોડનો દંડ વસૂલાયો

  • રાજકોટ પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
  • 50થી વધુ ઈ-ચલણ બાકી હોય તેવા 228 વાહનચાલકોને નોટિસ પાઠવાઈ, લાયસન્સ કેન્સલ કરવાની કાર્યવાહી: મોટા સર્કલો રિ-ડિઝાઈન કરી લેફ્ટ સાઈડ ખુલ્લી રાખવા સૂચના અપાઈ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં આજે શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. પ્રત્યેક માનવ જિંદગી મહત્વની છે તેના પર ભાર મુકતા પોલીસ કમિશનરશ્રીએ હાઇવે પરના ગેપ ઈન મીડીયન તત્કાલ બંધ કરવા, વરસાદથી પડેલા ખાડાઓ બ્રૂવા સહિતની સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં માર્ગ સલામતી, નિયમભંગ કરતા વાહનચાલકો સામે કાર્યવાહી, ગેરકાયદે મેડીયન કટ બંધ કરવા તેમજ ચોમાસા દરમિયાન રસ્તાની સ્થિતિ સુધારણા અંગે વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

શહેરમાં ટ્રાફિક નિયમભંગ સામે થયેલી કાર્યવાહીની વિગતો રજૂ કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, ૫૦થી વધુ ઈ-ચલણ પેન્ડિંગ હોય તેવા વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. જે અંતર્ગત ૨૨૮ લોકોને નોટિસ જારી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ખરાઈ કરીને તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. અનઓથોરાઈઝ્ડ વ્હાઈટ એલ.ઈ.ડી. લાઈટ અંગે ૬૪૩ કેસ કરીને રૂ. ૧,૪૩,૦૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તથા ૩૬ લાઈટ વિક્રેતાઓને નોટિસ આપવામાં આવી છે.

રાજકોટ શહેર ટ્રાફિક શાખા દ્વારા જૂન માસમાં વિશેષ ડ્રાઇવ યોજી, કાલા કાયવાળા વાહનો સંબંધિત ૧૫૮૬, નંબર પ્લેટ વિનાના વાહનો સંબંધિત ૧૦૪૨ મળીને કુલ ૨,૬૨૮ કેસો કરી, ૧૨ વાહનો ડિટેઈન કરીને કડક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે જુલાઈ માસમાં કાચા કાય સંબંધિત ૫૧૭ કેસ તથા નંબર પ્લેટ વિનાના વાહનો સંબંધિત ૮૩૮ મળીને કુલ ૧૩૫૫ કેસો કરવામાં આવ્યા છે. આ તલે પોલીસ કમિશનરશ્રીએ આ પ્રકારની ડ્રાઇવ આગામી દિવસોમાં વધુ કડક રીતે ચાલુ રાખવા સૂચના આપી હતી. શહેરમાં ચાર રસ્તાઓ પર જ્યાં મોટા સર્કલો આવેલા છે, તેને રિ-ડિઝાઇન કરીને લેફ્ટ સાઈડ ખુલ્લી રહે તેવું આયોજન કરવા સૂચના અપાઈ હતી. શહેરમાં રોડ રસ્તા પર ભિક્ષાવૃત્તિ કરીને ટ્રાફિકમાં અવરોધરૂપ થતા ૩૩ બાળકોનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું છે. ઉપરાંત ૭૧ બાળકોને રેસ્ક્યૂ કરીને ચાઈલ્ડ વેલફેર કમિટી સમક્ષ રજૂ કરી બાળશ્રમમાં મુકવામાં આવ્યા છે. આ તકે ચોમાસામાં હાઇવે તેમજ વેલકોટ પડેલા ખાડાઓના કારણે અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે આવા ખાડાઓ બ્રૂવા અંગે સૂચના આપવામાં આવી હતી. ટ્રાફિક શાખા દ્વારા કાર્યવાહીની વિગતો રજૂ કરાઈ હતી કે, વર્ષ ૨૦૨૬માં જાન્યુઆરીથી જૂન સુધીમાં ટ્રાફિક એનફોર્સમેન્ટની કામગીરી હેઠળ કુલ ૮૯,૬૧૨ કેસો નોંધી કુલ રૂ. ૩,૪૨,૭૭,૨૦૦નો દંડ એકત્ર કરવામાં આવ્યો છે. ૪૬,૪૬૫ ઈ-ચલણ જારી કરાયા છે.

કાલા કાચ ધરાવતા વાહનો સામે ૩,૩૨૧ કેસ કરીને રૂ. ૧૧,૧૦,૫૦૦નો દંડ વસૂલ કરાયો છે. હેલમેટના કડક અમલીકરણ માટે યોજાયેલી વિશેષ ડ્રાઇવમાં ૧,૭૩૧ કેસ નોંધી રૂ. ૮,૭૫,૫૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ગેરકાયદે પાર્કિંગ ડામવા માટે ક્રેઈન અને ટોઈંગ મારફતે ફોર-વ્હીલરના ૧૦,૦૬૪ કેસ કરીને રૂ. ૭૮,૬૭,૭૦૦ અને ટુ-વ્હીલરના ૧,૨૪૨ કેસ કરીને રૂ. ૪૧,૭૧,૬૦૦નો દંડ કરવામાં આવ્યો છે. જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન એસ.ટી. વિભાગ સાથે મળીને યોજાયેલી ૯ સંયુક્ત ડ્રાઇવમાં રદટ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા, જેમાં ૨૮૮ ફોર-વ્હીલર અને ૧૦૦ બસોનો સમાવેશ થાય છે. ટ્રાફિક શાખા દ્વારા કાયદાકીય કડક કાર્યવાહીની સાથે જાગરૂકતા લાવવાના પણ પ્રયાસો કરાયા છે. વર્ષ ૨૦૨૬માં અત્યાર સુધીમાં વિવિધ શાળાઓ અને કોલેજોમાં ટ્રાફિક અવેરનેસના ૮ ટર્કીયમો યોજીને ૮,૩૭્થી વધુ લોકોને માર્ગ સલામતી અંગે સમજ આપવામાં આવી છે.

કોમ્પેન્શન ટુ વિક્ટિમ્સ ઓફ હિટ એન્ડ રન મોટર એક્સિડન્ટ્સ સ્કીમ, ૨૦૨૨' હેઠળ અકસ્માત પીડિતોને મદદરૂપ થવા પદ કેસોમાં ૬૧ લાભાર્થીઓને કુલ રૂ. ૮૧ લાખની વળતર સહાય મંજૂર કરવામાં આવી છે. આ બેઠકમાં અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિક, આઈ.ટી.ઓ. શ્રી આઈ.એસ. ટાંક તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.