Loading Please Wait !!!
હોર્મુઝમાં ભારતીય નાવિકોની તૈનાતી પર રોક

  • સરકારે આદેશ જાહેર કર્યો : હુમલામાં 14 ભારતીયોના મોત બાદ નિર્ણય

સિટી ન્યૂઝ | નવી દિલ્હી

ખાડી પ્રદેશમાં વધતા સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને, ભારતે આગામી આદેશ સુધી હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજો પર ભારતીય નાવિકો (સીફેરર્સ)ની નવી તૈનાતી પર રોક લગાવી દીધી છે. આ આદેશ જહાજ માલિકો, જહાજ વ્યવસ્થાપન કંપનીઓ અને નાવિકોની ભરતી કરતી રિક્રુટમેન્ટ એન્ડ પ્લેસમેન્ટ સર્વિસ લાઈસન્સ કંપનીઓ પર લાગુ પડશે.

સરકારે તમામ દરિયાઈ કંપનીઓને અરબી ખાડી, હોર્મુઝ સ્ટ્રેટ અને આસપાસના દરિયાઈ વિસ્તારોમાં વધારાની સાવચેતી રાખવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે કે તેઓ નેવિગેશન સંબંધિત તમામ ચેતવણીઓ અને સુરક્ષા સલાહ પર સતત નજર રાખે અને ઇન્ટરનેશનલ શિપ એન્ડ પોર્ટ ફેસિલિટી સિક્યુરિટી (ISPS) કોડનું સંપૂર્ણ પાલન કરે.

સરકારનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે, જ્યારે આ અઠવાડિયે હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસ થયેલા ઈરાની હુમલાઓમાં બે ભારતીય નાવિકોના મોત થયા. અમેરિકા-ઈરાન સંઘર્ષ પછી આ દરિયાઈ માર્ગ પર હુમલાઓનો ખતરો વધી ગયો છે. રિપોર્ટ અનુસાર, ૨૮ ફેબ્રુઆરીથી અત્યાર સુધી આ ક્ષેત્રમાં થયેલા હુમલાઓમાં ઓછામાં ઓછા ૧૪ ભારતીય નાવિકોના જીવ ગયા છે.

જોકે, જો વિદેશી શિપિંગ કંપનીઓ ભારતીય બહાથી નાવિકોની ભરતી કરે છે, તો ભારત સરકારનો આ આદેશ તેમને પર સીધો લાગુ પડશે નહીં.

ઈરાને દાવો કર્યો છે કે તેણે કુવૈતમાં અમેરિકી સૈન્ય ઠેકાણા પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો છે. ઈરાનનું કહેવું છે કે આ કાર્યવાહી દક્ષિણ ઈરાન પર અમેરિકાના રાતભર ચાલેલા હુમલાઓના જવાબમાં કરવામાં આવી છે. ઈરાન અનુસાર, હુમલામાં કુવૈતમાં હાજર અમેરિકી સૈનિકો અને અમેરિકી સૈન્ય રડાર સિસ્ટમને નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલા બાદ કુવૈતે પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરી દીધી હતી.