ઝેલેસ્કીનું વિમાન ડ્રોન સાથે અથડાતા બચ્યું
-
નોર્વેના રાજાની અંતિમવિધિમાં જવાના હતા
-
મોલ્ડોવા સરકારે ઘટનાની તપાસના આદેશ આપ્યા
-
ટેક ઓફ વખતે અજાણ્યું ડ્રોન આસપાસ આવી ગયું
સિટી ન્યુઝ @ કીવ
રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમ્યાન ગઈકાલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેસ્કીનું વિમાન એક ડ્રોન સાથે અથડાતા સહેજમાંજ બચી ગયું હતું. ઝેલેસ્કી નોર્વેના કિંગ હેરાલ્ડ પંચમની અંતિમવિધિમાં હાજરી આપવા તેઓ યુક્રેનની પાડોશી દેશ મોલ્ડોવાતા એક એરપોર્ટથી ઓસ્લો જવાના હતા.
તે સમયે આ સંભવિત દુર્ઘટનામાંથી ચમત્કારીક રીતે ઉડાવી ગયા હતા. નોર્વેના વડાપ્રધાન જોનાસ ગાહર સ્ટોરે આ માહિતી આપતા જણાવ્યું કે, તેઓ નોર્વેના ઓસ્લો આવવા તેમના વિમાનમાં સવાર થયા અને પ્લેન ટેક ઓફ કરી રહ્યું હતું તે સમયે જ એક અજાણ્યું ડ્રોન તેની આસપાસ જોવા મળ્યું હતું.
જો કે ડ્રોન અને વિમાન વચ્ચે અથડામણ સહેજમાં બચી ગઈ હતી અને ઝેલેસ્કી સલામત રીતે નોર્વે પહોંચી ગયા હતા. હવે મોલ્ડોવા સરકારે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
યુક્રેન પર સતત રશિયાના મિસાઈલ-ડ્રોન હુમલા થતા હોવાથી ઝેલેસ્કી હવાઈ પ્રવાસ માટે આસપાસના યુરોપીયન દેશોના વિમાની મથકનો ઉપયોગ કરે છે. મોલ્ડોવા અગાઉ સોવિયત સંઘનાજ એક ભાગ હતો અને તે યુક્રેનની દક્ષિણમાં આવેલો નાનો સ્વતંત્ર દેશ છે.
ડ્રોન દેખાયા બાદ તુર્તજ એલર્ટ કરી દેવાયુ હતુ અને અન્ય એક રિપોર્ટ મુજબ બાદમાં ઝેલેસ્કીના વિમાનનું ઉડ્ડયન થોડું વિલંબમાં પડયું હતું. આ ક્ષેત્રમાં સલામતીની ચિંતા હોવા છતાં ઝેલેસ્કી સતત યુરોપ સહિતના દેશોનો પ્રવાસ કરે છે તથા નોર્વે એ સતત યુક્રેનની સાથે ઉભો રહેનાર દેશ બની ગયા છે.
મોટી હોનારત ટળી
મોલ્ડોવા એરપોર્ટ પર બનેલી આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચા જગાવી છે કારણ કે યુક્રેનના રાષ્ટ્રપતિનું વિમાન દુર્ઘટનાનો ભોગ બનતા સહેજમાં જ રહી ગયું હતું. આ જોખમી સ્થિતિ વચ્ચે પણ સુરક્ષા દળોએ તાત્કાલિક પગલાં ભરીને મોટી જાનહાનિ ટાળી લીધી હતી અને આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં આવી સુરક્ષા ચૂંક રોકી શકાય.