Loading Please Wait !!!
ઈરાનના હુમલાથી અમેરિકા હચમચી ગયું

 

  • જોર્ડનના મુવાફ્ફક સલાતી એરબેઝને નિશાન બનાવ્યું

  • F-15 અને A-10 વિમાનોને રિપેરિંગની ફરજ પડી

  • 30થી વધુ પેટ્રિયટ મિસાઈલોનો ઉપયોગ કરવો પડ્યો

સિટી ન્યુઝ @ તહેરાન

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ દિવસે ને દિવસે વકરતી જઈ રહી છે. જેવા અમેરિકા હુમલા કરી રહ્યું છે એનાથી વધુ ઘાતક રીતે ઈરાન પણ બદલો લઈ રહ્યું હોવાનું જણાય છે. જોર્ડનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા ઇરાને એક જ રાતમાં અમેરિકાના અનેક ફાઈટર જેટ તથા હેલિકોપ્ટરને ડેમેજ કરી દીધા હતા.

માહિતી અનુસાર ઈરાને જોર્ડનમાં મુવાફ્ફક સલાતી એરબેઝને નિશାନ બનાવ્યું હતું. ત્યાં ડ્રોન અને મિસાઈલોનો વરસાદ કરી અમેરિકાની ઊંઘ ઊડાડી દીધી હતી. આ હુમલા બાદ એવા ઘણા વીડિયો સામે આવ્યા હતા જેમાં અમેરિકાના ડેમેજ થયેલા સી હોક હેલિકોપ્ટર અને ફાઈટર જેટને બીજી લોકેશન પર ખસેડવામાં આવી રહ્યાનો દાવો કરાયો હતો.

અમેરિકન મીડિયાના અહેવાલ પ્રમાણે ઈરાનના હુમલામાં 8 જેટલા અમેરિકન F-15 ફાઈટર જેટને નુકસાન થયું હતું. જેને રિપેરિંગ કરાવવાની ફરજ પડી હતી. જોકે આ સાથે એક A-10 થંડરબોલ્ટ જેને વોરથોગ પણ કહેવાય છે તે પણ આ હુમલાની લપેટમાં આવી ગયું હતું.

સૂત્રો તો એવું પણ કહે છે કે આ વિમાનની એક પાંખ જ ગાયબ થઇ ગઈ હતી. ઈરાનના હુમલાનો સામનો કરવા માટે અમેરિકાએ 30થી વધુ પેટ્રિયટ મિસાઈલો ઝીંકવી પડી હતી જે તેના માટે ખુબ ખર્ચાળ સાબિત થાય એમ છે.

આ સ્થિતિ આગામી સમયમાં બંને દેશો વચ્ચેના સંઘર્ષને વધુ ભીષણ બનાવી શકે છે. મધ્ય પૂર્વમાં સર્જાયેલા આ તણાવને કારણે વૈશ્વિક સ્તરે પણ સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે અને સૈન્ય વિશ્લેષકો આ ઘટનાને યુદ્ધની દિશા બદલનારી માની રહ્યા છે.

યુદ્ધની ભીષણતા વધી

ઈરાન દ્વારા જોર્ડન સ્થિત એરબેઝ પર કરવામાં આવેલા ઘાતક હુમલાએ મધ્ય પૂર્વમાં અમેરિકન સૈન્યની સુરક્ષા સામે મોટા સવાલો ખડા કરી દીધા છે. એક જ રાતમાં અનેક અદ્યતન ફાઈટર જેટ્સ અને હેલિકોપ્ટરો ક્ષતિગ્રસ્ત થવાથી અમેરિકાને કરોડોનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને આ પરિસ્થિતિ બંને દેશો વચ્ચેના સૈન્ય સંઘર્ષને વધુ ખતરનાક સ્તરે લઈ જઈ રહી છે.