મોરબી સીરામીક ઉદ્યોગ શટડાઉન તરફ, ગેસનો ભાવ વધતા દૈનિક 1.66 કરોડને વધારાનો બોજ
મિડલ ઈસ્ટમાં ફરી તણાવ થતાં 10 દિવસમાં બીજીવાર પ્રોપેન ગેસના ભાવમાં ભડકો
પ્રોપેન ગેસના ભાવમાં થયેલ વધારો (કંપની મુજબ)
| કંપની | સ્થળ | ભાવવધારો (પ્રતિ ટન) | નવો ભાવ (પ્રતિ ટન) |
| આઈઓસીએલ | મુન્દ્રા | રૂ. ૩,૭૦૦ | રૂ. ૯૫,૨૫૦ |
| આઈઓસીએલ | કંડલા | રૂ. ૩,૭૦૦ | રૂ. ૯૫,૨૫૦ |
| આઈઓસીએલ | દહેજ | રૂ. ૩,૭૦૦ | રૂ. ૯૫,૨૫૦ |
| એજીસ | પીપાવાવ | રૂ. ૫,૬૦૦ | રૂ. ૯૧,૫૫૦ |
| એચપીસીએલ | કંડલા | રૂ. ૫,૬૦૦ | રૂ. ૯૧,૫૫૦ |
| ગો-ગેસ | દહેજ | રૂ. ૪,૬૦૦ | રૂ. ૯૧,૫૫૦ |
| ગો-ગેસ | પોરબંદર | રૂ. ૪,૬૦૦ | રૂ. ૯૧,૫૫૦ |
વૈશ્વિક અશાંતિ અને રેડ સી કટોકટી વચ્ચે LOCL સહિતની કંપનીઓએ ભાવ વધારો કર્યો
સિટી ન્યૂઝ@મોરબી
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધ તેમજ મિડલ ઈસ્ટમાં સર્જાયેલી અસ્થિરતાની સીધી માઠ અસર વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સીરામીક ક્લસ્ટર પર પડી છે. ઈરાન દ્વારા ટેન્કરો અને રિફાઈનરીઓ પર કરાયેલા
વળતા પ્રહારોને કારણે ક્રૂડ ઓઈલ, એલએનજી અને પ્રોપેનના ભાવમાં ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બરના પ્રારંભમાં પ્રતિ ક્યુબિક મીટરે રૂ. ૬નો વધારો થયા બાદ, ૧૦ સપ્ટેમ્બરે આઈઓસીએલ (IOCL) દ્વારા પ્રતિ ટન રૂ. ૩,૭૦૦ અને અન્ય ખાનગી
કંપનીઓ દ્વારા રૂ. ૪,૬૦૦થી રૂ. ૫,૬૦૦ સુધીનો તોતિંગ ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ વધારાથી સીરામીક ઉદ્યોગકારો પર પ્રતિ ક્યુબિક મીટર રૂ. ૨.૭૯નો વધારાનો બોજ પડ્યો છે. મોરબીમાં પ્રોપેન ગેસનો દૈનિક વપરાશ ૬૦ લાખ ક્યુબિક
મીટર હોવાથી, આ નવા ભાવવધારાને કારણે સમગ્ર ઉદ્યોગ પર રોજનું રૂ. ૧.૬૬ કરોડનું વધારાનું ભારણ આવી પડવું છે. એક તરફ રેડ સી કટોકટીને લીધે નૂરભાડાં વધતા એક્સપોર્ટ ઠપ્પ થઈ ગયું છે, તો બીજી તરફ કન્ટેનર યાર્ડની હડતાળ અને ડોમેસ્ટીક
માર્કેટમાં મંદીને કારણે તૈયાર માલનો ભરાવો થયો છે. જો પરિસ્થિતિમાં વહેલી તકે સુધારો નહીં થાય, તો આગામી દિવસોમાં મોરબીના અનેક સીરામીક એકમો સ્વેચ્છિક શટડાઉન તરફ ફેંકાય તેવી ચિંતાજનક સ્થિતિ નિર્માણ પામી છે.