Loading Please Wait !!!
ગુજરાતે સાધુઓને માથે ચડાવ્યા છે

લેખક, ડેન્ટલ સર્જન અને સનાતની ડૉ. કૌશિક ચૌધરીએ કહ્યું 
પેરીસ એફિલ ટાવરમાંથી મહિલાઓ દૂર કરાતા વિવાદ

ડો. કૌશિક ચૌધરીએ કહ્યું, ધર્મમાં સ્ત્રીઓને સંતાડી દેવા જેવી વાત તો ક્યાય હતી જ નહીં

‘નકલી નારાયણ- સહજાન્નદ’ પુસ્તકના લેખક, ડેન્ટલ સર્જન અને પ્રકઢ સનાતની ડૉ. કૌશિક ચૌધરી અલગ મત ધરાવે છે. તે કહે છે કે પહેલાના સમયમાં ઋષિ મુનિઓની પત્નીઓ હતી જ. એટલે સનાતન ધર્મમાં સ્ત્રીઓને સંતાડી દેવા જેવી વાત તો ક્યાય હતી જ નહીં. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં પણ બ્રહ્મચારી, તપસ્વીઓ અગાઉ હતા ને આજે પણ છે. આ જૈન અને બૌદ્ધ ધર્મમાં સાધુઓ પોતે સ્ત્રીઓથી દૂર રહેતા હતા. એવું ક્યારેય કહ્યું નહોતું કે અમે આવીએ છીએ તો સ્ત્રીઓને સંતાડી દો. ગુજરાતમાં BAPSનાં સાધુઓને ખોટી આદત પાડી દેવામાં આવી છે. ડૉ. કૌશિક ચૌધરી કહે છે, મેં તો ગુજરાતમાં જ એવા વિવાદો જોયા છે, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ પગલાં પાદવા ધરે જવાના હોય તો સૂચના આપી દે કે, ઘરમાં માતા- દીકરી - બહેનો કે પત્નીઓ હાજર ન હોવી જોઈએ. આપણા બંધારણમાં સ્ત્રી- પુરુષની સમાનતાની વાત છે તેનું આ સ્પષ્ટ ઉલ્લંઘન છે. એફિલ ટાવરના મામલામાં હું તો એવું માનું છું કે ત્યાંની પ્રજા એટલી જાગૃત છે કે ત્યાંની સ્ત્રીઓના અધિકાર માટે પુરુષોએ પણ અવાજ ઉઠાવ્યો.

ફ્રાન્સના મીડિયામાં મુદ્દો ગાજ્યો...

ફ્રાન્સના મોટાભાગના મીડિયામાં લખ્યું છે કે BAPS સંસ્થા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક છે. ખાસ કરીને ફ્રાન્સ-૨૪ અખબારે લખ્યું છે કે BAPS સંસ્થા રૂઢિવાદી, હિન્દુ રાષ્ટ્રવાદી પાર્ટીના નેતા નરેન્દ્ર મોદીની નિકટની છે. ન માત્ર ફ્રાન્સનું મીડિયા, અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે તો ત્યાંં સુધી લખ્યું છે કે BAPS સંસ્થા નરેન્દ્ર મોદી સાથે સંકળાયેલી છે. મોદી તેની ઘણી ઇવેન્ટ્સમાં ભાગ લે છે. ૧૮મી સદીમાં સંગઠનની સ્થાપના થઈ હતી તે પણ મોદીના હોમ સ્ટેટ ગુજરાતમાં. BAPS સંસ્થાના ઘણા કાર્યક્રમોમાં નરેન્દ્ર મોદી હાજર રહ્યા હોય તેવા પ્રસંગો છે.મીડલ ઇસ્ટનું પહેલું BAPS સ્વામિનારાયણ મંદિર અબુધાબીમાં બન્યું. તેનું લોકાર્પણ કરવા ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૪એ મોદી અબુધાબી ગયા હતા.

BAPS ‘એફિલ ટાવર’ વિવાદ સંપ્રદાયમાં સ્ત્રીઓથી દૂર રહેવાનો નિયમ, દૂર કરવાનો નહીં

સંતોએ મહિલાઓને દૂર કરતા ફ્રાન્સના નેતાઓનો વિરોધ

ફ્રાન્સમાં આવો ભેદભાવ સ્વીકાર્ય નથી

  • ઇમેન્યુઅલ મેંખવાર મેયર, પેરિસ
દેશના કાયદાથી ઉપર કોઈ ધર્મ નથી

  • ઓસેર બર્ડે મંત્રી, ઇક્વાલિટી મિનિસ્ટ્રી
ફ્રાન્સમાં મહિલાઓને ગાયબ થવાનું કદી જ ન શકે

  • યાસ્સેન પૉન પિવટ પ્રેસિડેન્ટ, નેશનલ એસેમ્બલી
આવી ઘટના ફ્રાન્સ ક્યારેય સહન નહીં કરે

  • મલીન લે પેન નેતા, વિરોધ પક્ષ ૨૦૨૭ની ચૂંટણી માટે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર
કોઈપણ મહિલાઓને કહી ન શકે કે તેનું સ્થાન ક્યાં છે

  • ડોમિનિકલ અત્તાલ્ડે પૂર્વ વડાપ્રધાન (૨૦૨૭ની ચૂંટણી માટે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર)