પર્યુષણનો આજે ત્રીજો દિવસ : પર્યુષણ પર્વમાં 280 વિદ્યાર્થી 8 દિવસ સાધુ જીવન જીવશે સ્નાન નહીં, પગરખા-ફોનનો ત્યાગ કરશે
- મોબાઈલની જગ્યાએ પ્રતિક્રમણ સુવિધાની જગ્યાએ સંયમ
સિટી ન્યૂઝ@રાજકોટ
સ્કૂલમાં વિદ્યાર્થીઓ પુસ્તકો, મોબાઇલ, શૂઝ અને સુવિધાઓ વચ્ચે દિવસ પસાર કરતા હોય છે પરંતુ પર્યુષણ પર્વમાં તપોવન સંસ્કારધામના ૨૮૦ વિદ્યાર્થીની દિનચર્યા બદલાઈ જાય છે.
ઇંગ્લીશ મિથિયમમાં ભણતા આ વિદ્યાર્થીઓ ૮ દિવસ સુધી સાધુ જેવી સંયમી જીવનશૈલી અપનાવે છે. આ સમયમાં વિદ્યાર્થીઓ સ્નાન નથી કરતા, ચપ્પલ નથી પહેરતા, મોબાઈલથી સંપૂર્ણ અંતર રાખે છે અને જમીન પર સૂએ છે.
પર્યુષણમાં વિદ્યાર્થીઓ ભૌતિક સુખ-સુવિધાઓ અને મોહમાયાથી દૂર રહીને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ સાથે જોડાય છે. સવાર-સાંજ પ્રતિક્રમણ, સામાયિક, ધાર્મિક અભ્યાસ, કલ્પસૂત્રનું શ્રવણ અને પ્રભુ ભક્તિ દિનચર્યાનો ભાગ બને છે.
અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ અઠ્ઠાઈ તપનો સંકલ્પ પણ લીધો
ભવ્યકીર્તિ મહારાજ સાહેબે કહ્યું કે પર્યુષણ દરમિયાન તપોવનના વિદ્યાર્થીઓ માટે સૌથી કઠિન પડકારોમાં એક છે, પાણીપીણી પર નિયંત્રણ. ૮ દિવસ સુધી ભોજનનો સંપૂર્ણ ત્યાગ કરીને ૨૦ વિદ્યાર્થીઓ અઠ્ઠાઈ કરવાનો સંકલ્પ લઈ રહ્યા છે.
સંસ્થાના અગ્રણી હિમાંશું શાહના જણાવ્યા અનુસાર પર્યુષણમાં તપોવનના વિદ્યાર્થીઓની દિનચર્યા સંપૂર્ણપણે બદલાઈ જાય છે. સામાન્ય દિવસોમાં અભ્યાસ, મોબાઈલ, મનોરંજન અને વિવિધ સુવિધાઓ સાથે જીવતા વિદ્યાર્થીઓ માટે આ સમય આત્મચિંતન અને ધાર્મિક અભ્યાસને સમર્પિત રહે છે. સવારની શરૂઆતથી જ વિદ્યાર્થીઓ નિયમિત ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાય છે. ખાસ કરીને કલ્પસૂત્રના પાઠ અને જૈન દર્શનના સિદ્ધાંતો સમજાવવાનો સમય ફાળવવામાં આવે છે.
સાદગી, અહિંસા અને સંયમ, જૈન મુનિઓનો વિશ્વને સંદેશ
- જૈન મુનિઓનું જીવન આધુનિક યુગ માટે પ્રેરણાનો માર્ગ
- ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, પર્યાવરણીય સંકટો સામે વિશ્વ લડી રહ્યું છે ત્યારે 2600 વર્ષ પહેલા તೀರ್થંકર ભગવાન મહાવીરે આપેલી અહિંસક જીવનશૈલી પ્રકૃતિની રક્ષાનો શ્રેષ્ઠ માર્ગ પૂરો પાડે છે
સિટી ન્યૂઝ@રાજકોટ
‘પ્રિયમ’ના તબલુસ સાથે લખતા પૂજ્ય જિનપ્રેમવિજયજી મહારાજના પુસ્તક ‘જૈન સાધુ અને પર્યાવરણ’માં પહેલી જ લાઈનમાં આ વાક્ય આવે છે. આજના પડકારો સામે ટકી રહેવા માટે આ પુસ્તકની વાતો ટોર્ચલાઈટ બનીને નવી દિશા આપવાનું કામ કરી રહી છે. આજે એકવીસમી સદીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જમાનામાં જ્યાં બધું જ લાઈટર્નિંગ સ્પીડ સાથે આગળ વધી રહ્યું છે ત્યારે જૈન સાધુ આજે પણ પગપાળા વિહાર કરે છે. બે જોડી વસ્ત્ર, ભોજનનાં લાકડાનાં બનેલાં અમુક વાસણો જેને તેઓ પાત્ર કહે છે એ અને જીવદયાના પાલનમાં સહાય બને એવાં કેટલાંક ઉપકરણો અને પુસ્તકો. ભગવાન વીરની શ્રમણ-પરંપરામાં પંચમહાવ્રતનું પાલન કમ્પલસરી છે. હિંસા ન કરવી, ખોટું ન બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું અને અપરિગ્રહ એટલે જરૂરિયાત ઓછી રાખીને વસ્તુઓનો સંગ્રહ ન કરવો. પહેલા મહાપ્રતના પાલનમાં જ પ્રકૃતિનું સંવર્ધન છે. જીવદયાના સંસ્કાર અને આચારણમાં જ નેચર-કન્ઝર્વેશન સમાયેલું છે. ભયંકર તડકામાં વગર ચંપલે જૈન સાધુ ચાલશે પગ બાજુમાં જ રહેલા લીલાઘસ घास पर પગમાં થતી બળતરાથી બચવા નહીં ચાલે. આમાં એ ઘાસમાં રહેલા વનસ્પતિકાયના જીવ માટેની દયા છે. અહીં પૂજ્ય પંચ્યાસ
7 ગોલ્ડન પ્રિન્સિપલ્સ
-
મિનિમમ રિક્વાયરમેન્ટ એટલે કે ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લેવાની ટેવ કેળવવી.
-
મેક્સિમમ યુટિલિટી એટલે કે દરેક વસ્તુનો પૂરેપૂરો ઉપયોગ કરવો.
-
અનમોટિવેટેડ નેસેસિટી એટલે બચવું એટલે કે દેખાવની વગરની સહજ જરૂરિયાતોને જ પ્રાધાન્ય આપવું.
-
નેસેસિટી-બેઝ્ડ ચોઈસ હોવી જોઈએ, શોપ-બેઝ્ડ નહીં. માત્ર અનિવાર્યતાના આધારે ખરીદી કરવી.
-
મર્ટિ-પર્પઝ યુઝ એટલે કે એક વસ્તુને ફેંક્યા વગર વારંવાર વાપરવી.
-
મર્ટિ-પર્પઝ યુઝ એટલે કે એક જ વસ્તુનાં વિવિધ પાસાંઓમાં ઉપયોગ શોધવા.
-
મર્ટિ-પર્પઝ યુઝ એટલે કે સાધનોને એકબીજા સાથે વહેંચીને વાપરવું.
કૃતપુણ્યવિજયજી મહારાજાસાહેબ કહે છે, ‘જૈન શ્રમણ-પરંપરામાં પ્રથમ મહાપ્રત પ્રાણાપાત વિરમણ એટલે કે સંપૂર્ણ અહિંસા છે. પ્રકૃતિનાં તત્વો એ જ જીવ છે. છ કાયના જીવોની રક્ષા એ સાધુનો ધર્મ છે. પ્રથ્વીકાય એટલે કે માટી, ધાતુ; અપકાય એટલે કે પાણી; તેઉકાય એટલે કે અગ્નિ અથવા વીજળી; વાયકાય એટલે કે હવા અથવા પવન; વનસ્પતિકાય એટલે ઝાડ, છોડવા, ઘાસ, લીલ અને ત્રસકાય એટલે કે નરી આંખે જોઈ શકાય એવા હાલતા-ચાલતા તમામ જીવ. આ છએ કાયના જીવોની રક્ષા કરવાની પ્રતિજ્ઞા હોય છે.