વિશ્વના ટોચ-10 અમીરોમાંથી એકપણ ભારતીય નહીં’
બ્લૂમબર્ગ બિલિયોનેસે ઇન્ડેક્સના આંકડા
ઈલોન મસ્ક સૌથી અમીર, મુકેશ અંબાણી 18માં ક્રમે, તો ગૌતમ અદાણી 20માં સ્થાને પહોંચી ગયા
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
વૈશ્વિક શેરબજારોમાં જોવા મળી રહેલી ભારે ઉથલપાથલની અસર અબજોપતિઓની સંપત્તિ પર પણ પડી છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના આંકડા અનુસાર વિશ્વના સૌથી ધનિક ૧૦ લોકોની યાદીમાં હાલમાં એક પણ ભારતીય ઉદ્યોગપતિનું નામ નથી. બીજી તરફ અમેરિકનની ટેકનોલોજી અને બિઝનેસ કંપનીઓ સાથે જોડાયેલા અબજોપતિઓ અને ટોચ-૧૦માં મોટાભાગના સ્થાનો પર કબજો જમાવ્યો છે. ટેસ્લા, સ્પેશએક્સ અને X સાથે જોડાયેલા ઈલોન મસ્ક લગભગ $૩૪૧ અબજની (Billionaires)સંપત્તિ સાથે પ્રથમ ક્રમે છે. તાજેતરના ઉછાળાને કારણે તેમની સંપત્તિમાં પણ મોટો વધારો નોંધાયો છે.
બીજા નંબરે એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ છે, જેમની નેટવર્થ આશરે $૨૧૧ અબજ છે. મેટાના માર્ક ઝકરબર્ગ $૨૦૮ અબજ સાથે ત્રીજા ક્રમે છે.
ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન લગભગ $૧૬૫ અબજની(Billionaires) સંપત્તિ સાથે ચોથા સ્થાને છે. લક્ઝરી બ્રાન્ડ LVMHના બર્નાર્ડ આર્નૉટ $૧૭૨ અબજ સાથે પાંચમા સ્થાને છે. તેઓ ટોચ-૧૦માં સામેલ એકમાત્ર બિન-અમેરિકન ઉદ્યોગપતિ છે.
માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ $૧૧૨ અબજ સાથે છઠ્ઠા ક્રમે છે.
ગૂગલના સહ-સ્થાપક લેરી પેજ $૧૧૨ અબજ સાથે સાતમાં અને દિગ્ગજ રોકાણકાર વોરેન બફેકેટ $૧૪૮ અબજ સાથે આઠમા ક્રમે છે.
ગૂગલના અન્ય સહ-સ્થાપક સર્ગેઈ બ્રિન લગભગ $૧૪૭ અબજ સાથે નવમા સ્થાને છે. જ્યારે માઈક્રોસોફ્ટના પૂર્વ CEO અને રોકાણકાર સ્ટીવ બાલ્મર $૧૪૪ અબજ સાથે દસમા ક્રમે છે. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડો થતાં તેઓ ટોચ-૧૦થી બહાર છે. મુકેશ અંબાણીની સંપત્તિ વધીને આશરે $૧૦૨ અબજ થઈ હોવાનું જણાવાય છે, જેના કારણે તેઓ ૧૮મા ક્રમે પહોંચ્યા છે.
બીજી તરફ ગૌતમ અદાણીની નેટવર્થ આશરે $૯૮ અબજ સુધી ઘટી હોવાનું કહેવાય છે અને તેઓ ૨૦મા સ્થાનની આસપાસ પહોંચી ગયા છે. ભારતીય શેરબજારોમાં ઉતાર-ચઢાવ અને શેરોમાં થયેલા ઘટાડાની અસર બંને ઉદ્યોગપતિઓની સંપત્તિ પર જોવા મળી છે.