Loading Please Wait !!!
સ્કૂલમાં વિદ્યાર્થીનીની પજવણી, શિક્ષકના પુત્રનું શરમજનક કૃત્ય!

 

  • ભાવનગરની સેન્ટ મેરીઝ સ્કૂલમાં વિદ્યાર્થીનીની પજવણી.

  • શિક્ષકના પુત્રએ ખોટો લવ લેટર બનાવી બદનામ કરી.

  • ચાર વિદ્યાર્થીઓ દ્વારા જાતિવાત અપશબ્દો બોલી હેરાનગતિ.

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે આવેલી સેન્ટ મેરીઝ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલમાં અભ્યાસ કરતી ૧૪ વર્ષીય વિદ્યાર્થીની સાથે હેરાનગતિ અને બદનામ કરવાની ગંભીર ઘટના સામે આવી છે. પીડિત વિદ્યાર્થીનીના પિતાએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, શાળાના જ ચાર વિદ્યાર્થીઓ દ્વારા તેમની દીકરી શાળાના કમ્પાઉન્ડ કે લોબીમાંથી પસાર થાય ત્યારે 'હટ હટ' કહીને જાતિ વિશે અપશબ્દો બોલીને પજવણી કરવામાં આવતી હતી.

આ સાથે જ, આજ શાળામાં અભ્યાસ કરતા એક શિક્ષિકાના પુત્રએ વિદ્યાર્થીનીના નામે ખોટો લવ લેટર લખીને તેને બદનામ કરવાની ઘૃણાસ્પદ હરકત કરી હતી. આ સમગ્ર મા અંગે વિદ્યાર્થીનીએ પોતાના પરિવારને જાણ કરતાં વાલી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો શાળા પર પહોંચ્યા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘોઘારોડ પોલીસે પાંચેય સગીર વિદ્યાર્થીઓ સામે બીએનએસ (BNS) એક્ટ અને પોક્સો (POCSO) એક્ટની કલમ ૧૨ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની સઘન કાર્યવાહી હાથ ધરી છે, જેને પગલે શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.

ભણવાની ઉંમરમાં કુસંગતના પાઠ, પાંચ વિદ્યાર્થીઓ સામે ગુનો!
ભાવનગરની સેન્ટ મેરીઝ ઈંગ્લીશ મિડીયમ શાળામાં ૧૪ વર્ષીય વિદ્યાર્થીનીને જાતિ વિશે અપશબ્દો કહી પજવણી કરવા અને શિક્ષિકાના પુત્ર દ્વારા ખોટો લવ લેટર લખીને બદનામ કરવાના કેસમાં પોલીસે પાંચ સગીર વિદ્યાર્થીઓ સામે પોક્સો અને બીએનએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી છે.