માથે સળગતો ગરબો, જામનગરના યુવાનોનો અદભુત ભક્તિ અંદાજ!
-
જામનગરમાં સળગતા ગરબા સાથે માતાજીની અનોખી આરાધના.
-
ચામુંડા ગરબી મંડળની 40 વર્ષ જૂની પરંપરા.
-
18 યુવાનોએ માથે સળગતો ગરબો મૂકી રાસ લીધો.
સિટી ન્યુઝ @ જામનગર
નવરાત્રીના પાવન પર્વ દરમિયાન ગુજરાતભરમાં અનેકવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ જોવા મળે છે, ત્યારે જામનગર શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા 'ચામુંડા ગરબી મંડળ' દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી અનોખી પરંપરા નિભાવવામાં આવી રહી છે. આ ગરબીમાં ૧૮ જેટલા યુવાનો સળગતી ઈંઢોણી અને ગરબા માથે મૂકીને તાલબદ્ધ રીતે રાસ રમે છે અને માતાજીની આરાધના કરે છે.
આધુનિકતાના આ યુગમાં ચાર દાયકા જૂની આ લોકવારસાની પરંપરાને જીવંત રાખીને યુવાનોએ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ રચ્યો છે. આગની જ્વાળાઓ વચ્ચે રમાતો આ વિશિષ્ટ રાસ નિહાળવા માટે જામનગર જ નહીં પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને લોકો ઉમટી પડે છે, જે જામનગરની સાંસ્કૃતિક ઓળખને વધુ ઉજાગર કરે છે.
આધુનિક જમાનામાં પણ સંસ્કૃતિની દીવાદાંડી બન્યા જામનગરના યુવાનો!
જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ચામુંડા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૪૦ વર્ષથી સળગતા ગરબાની અનોખી પરંપરા જાળવવામાં આવી રહી છે. ૧૮ યુવાનોએ માથે સળગતી ઈંઢોણી અને ગરબો મૂકીને રાસ રમી ભક્તિ અને લોકસંસ્કૃતિનો અદ્ભુત સંગમ સર્જ્યો છે, જેને જોવા માટે ભારે ભીમ જામી હતી.