Loading Please Wait !!!
બામણાસામાં અસામાજિક તત્વોનો આતંક, ગ્રામજનો કલેક્ટર દરબારમાં!

 

  • બામણાસા ગામમાં અસામાજિક તત્વોના ત્રાસ સામે રજૂઆત.

  • હત્યાના ગુનેગારોને આજીવન તડીપાર કરવાની ઉગ્ર માંગ.

  • કલેક્ટર અને એસ.પી. સમક્ષ ગ્રામજનો દ્વારા આવેદનપત્ર.

સિટી ન્યુઝ @ જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા (ઘેડ) ગામમાં અસામાજિક તત્વોના ત્રાસ, મારામારી અને હત્યાની ઘટનાઓ સામે ન્યાય મેળવવા તેમજ આરોપીઓને આજીવન તડીપાર કરવાની માંગ સાથે સમસ્ત ગ્રામજનો અને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર અને એસ.પી. સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, જૈન્તી બેચર વડીયાતર અને તેમના પરિવારની ગેંગ દ્વારા ગામમાં ખોટા કેસો કરવા, હથિયારો સાથે ખુલ્લેઆમ ધાકધમકી આપવી, દારૂનું વેચાણ, લૂંટફાટ અને ચોરી જેવા ગુનાઓ આચરવામાં આવે છે. ગત ૧૯ જૂન ૨૦૨૬ના રોજ આ ગેંગ દ્વારા દેવાયતભાઈ મંગાભાઈ માકડીયા પર ખૂની હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હતી, જ્યારે ૮ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ મગરા શિવ કારા તથા તેમના પરિવાર પર પણ હથિયારોથી હુમલો કરાયો હતો. ગ્રામજનોએ માંગ કરી છે કે આરોપીઓને જામ ન આપવામાં આવે અને આ આતંકવાદી પ્રવૃત્તિઓ કરતી ગેંગને જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાંથી આજીવન તડીપાર કરવામાં આવે.

ગુનેગારોને આજીવન તડીપાર કરો, કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત!

જૂનાગઢના બામણાસા ગામમાં અસામાજિક તત્વોના ત્રાસ, મારામારી અને હત્યાની घटनाओंથી ત્રસ્ત ગ્રામજનો અને અનુસૂચિત જાતિ સમાજ દ્વારા કલેક્ટર અને એસ.પી.ને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. આરોપીઓ સામે કડક પગલાં ભરીને તેમને જિલ્લામાંથી આજીવન તડીપાર કરવાની માંગ કરવામાં આવી છે.