દેશ છોડી લંડન પહોંચ્યા વિવાદાસ્પદ યુ-ટ્યુબર ધ્રુવ રાઠી!
-
યુ-ટ્યુબર ધ્રુવ રાઠી લંડન પહોંચી ગયા છે.
-
લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે દેખાવો યોજાશે.
-
વોટ ચોરીના મુદ્દે આંતરરાષ્ટ્રીય ધ્યાન ખેંચવાની જાહેરાત.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામેના આંદોલન અને વોટ ચોરીના મુદ્દાને હવે આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની જાહેરાત કરનાર જાણીતા સેલિબ્રિટી યુ-ટ્યુબર ધ્રુવ રાઠી લંડન પહોંચી ગયા છે. જર્મનીમાં રહેતા ધ્રુવ રાઠી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે એકત્ર થઈને દેખાવો યોજવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિક સમય મુજબ આજે બપોરે ૧૨ વાગ્યે આ વિરોધ પ્રદર્શન યોજાનાર છે, જેમાં તેમણે લંડનમાં વસતા ભારતીયોને જોડાવા માટે જણાવ્યું છે.
અગાઉ ભારતમાં રોકાણ દરમિયાન આ આંદોલન અને દેખાવોમાં ભાગ લેવા બાબતે તેમની અટકાયત પણ કરવામાં આવી હતી, જો કે બાદમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. હવે ભારત છોડીને લંડન પહોંચ્યા બાદ ધ્રુવ રાઠીએ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચવાની વાત કરી છે અને પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના અંતે 'જય હિન્દ' લખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ડંકો વગાડવાનો સમય આવી ગયાનો દાવો કર્યો છે.
-
ધ્રુવ રાઠી લંડન પહોંચ્યા, પાર્લામેન્ટ સ્ક્વેર પર દેખાવો યોજાશે
મુખ્ય ચૂંટણી કમિશનર સામેના આંદોલનમાં સામે રહેલા યુ-ટ્યુબર ધ્રુવ રાઠી હવે લંડન પહોંચી ગયા છે અને ત્યાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે વોટ ચોરીના મુદ્દે દેખાવો યોજવાની જાહેરાત કરી છે. ભારતમાં અટકાયત બાદ મુક્ત થયેલા રાઠીએ હવે આ વિવાદને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો દાવો કર્યો છે.