Loading Please Wait !!!
પૌષ્ટિક આહાર બન્યો ઝેર, બેતુલમાં બાળકો હોસ્પિટલ પહોંચ્યા!, મધ્ય પ્રદેશના બેતુલમાં 32 બાળકો બીમાર પડ્યા.

 

  • દૂધ અને કેળા ખાધા બાદ તબિયત લથડી.

  • કુટીર સંસ્થા દ્વારા આપવામાં આવ્યો હતો નાસ્તો.

  • તમામ બાળકોની હાલત હાલ તબીબોના જણાવ્યા મુજબ સ્થિર.

સિટી ન્યુઝ @ બેતુલ

મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લાના ભીમપુર વિકાસખંડ હેઠળ આવતા ભાડરી ગામમાં દૂધ અને કેળા ખાધા બાદ અચાનક ૩૨ જેટલા બાળકોની તબિયત લથડવાની ગંભીર ઘટના સામે આવી છે. પરિવાર એજ્યુકેશન સોસાયટીની કુટીર સંસ્થા તરફથી બાળકોને નાસ્તામાં દૂધ, કેળા અને ચોળીના બીજ આપવામાં આવ્યા હતા, જે આરોગ્યા બાદ બાળકોને સતત ઉલટીઓ થવા લાગી હતી અને ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની ગંભીરતાને જોઈને એસડીએમ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CMHO) સંજીવ શર્મા સહિતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સામુદાયિક આરોગ્ય કેન્દ્ર દોડી આવ્યા હતા અને બાળકોની સારવારની સમીક્ષા કરી હતી. સદનસીબે હાલ તમામ બાળકોની તબિયત સ્થિર અને નિયંત્રણમાં છે. વહીવટી તંત્ર દ્વારા દૂધ અને ખાદ્યસામગ્રીના સેમ્પલ લઈને લેબમાં મોકલી આપવામાં આવ્યા છે તથા આ માને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

 

બેતુલમાં દૂધ અને કેળા ખાધા બાદ 32 બાળકો બીમાર

મધ્ય પ્રદેશના બેતુલ જિલ્લામાં કુટીર સંસ્થા દ્વારા આપવામાં આવેલ દૂધ અને કેળા ખાધા બાદ અચાનક ૩૨ બાળકોની તબિયત લથડી હતી. તમામ બાળકોને ઉલટીઓની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સ્થિર છે. તંત્ર દ્વારા ખાદ્યસામગ્રીના સેમ્પલ લઈને કડક તપાસ હાથ ધરવામાં આવી છે.