હિમાચલમાં વહેલી ઠંડી શરુ, પહાડો પર હિમવર્ષા શરૂ!
-
તમિલનાડુમાં ઉત્તર-પૂર્વીય ચોમાસાએ સત્તાવાર દસ્તક દીધી.
-
ઉત્તર પ્રદેશના 37 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ.
-
આગ્રામાં ભારે વરસાદથી સીએમનો પ્રવાસ રદ.
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશભરમાં બદલાતા હવામાનના મિઝાજ વચ્ચે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોથી લઈને દક્ષિણના રાજ્યો સુધી વિવિધ મોસમી પરિવર્તનો જોવા મળી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં વહેલી હિમવર્ષા અને વરસાદને કારણે કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે, જ્યાં કેલાંગનું તાપમાન આ સિઝનમાં પ્રથમ વખત માઈનસમાં નોંધાયું છે. બીજી તરફ, તમિલનાડુમાં ઉત્તર-પૂર્વીય ચોમાસાએ દસ્તક દીધી છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે.
ઉત્તર પ્રદેશમાં પણ પશ્ચિમી ભાગોમાં આંધી-વરસાદનો સિલસિલો યથાવત છે, જેના કારણે આગ્રા, મથુરા અને હાથરસ સહિત ૩૭ જિલ્લાઓમાં વરસાદ અને વીજળી પડવાનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આગ્રાનો પ્રવાસ પણ રદ કરવો પડ્યો હતો. રાજસ્થાનમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના પગલે જયપુર, અલવર અને કરૌલી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાથી તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે.
યુપીમાં વરસાદનું જોર વધતા નેતાઓના પ્રવાસ રદ!
દેશના વિવિધ રાજ્યોમાં હવામાનનો મિઝાજ બદલાયો છે. હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાથી ઠંડી વધી છે, જ્યારે તમિલનાડુમાં ઉત્તર-પૂર્વીય ચોમાસું શરૂ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશના ૩૭ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજસ્થાનમાં પણ માવઠા જેવું વાતાવરણ સર્જાયું છે.