Loading Please Wait !!!
અમેરિકામાં મોટો આઘાત: ઉડાન ભરતા જ B-52 બોમ્બર ક્રેશ

  • કેલિફોર્નિયાના એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર સર્જાયેલી દુર્ઘટનામાં 8 ક્રૂ મેમ્બર્સના મોત
  • રૂટીન ટેસ્ટ મિશન પર ગયેલું B-52 વિમાન ઉડાન ભરતા જ તૂટી પડ્યું
  • વિમાનમાં સવાર 8 સૈનિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત, એરબેઝ બંધ કરાયું

સિટી ન્યુઝ @ કેલિફોર્નિયા

15 જૂનના રોજ અમેરિકાના કેલિફોર્નિયામાં એક અત્યંત ભયાનક અને કમનસીબ હવાઈ દુર્ઘટના સર્જાઈ છે. અમેરિકન વાયુસેનાનું પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ અને અત્યંત શક્તિશાળી ગણાતું B-52 બોમ્બર વિમાન ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું છે. આ ગંભીર અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 8 ક્રૂ મેમ્બર્સના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના બપોરના સમયે લોસ એન્જિલસથી આશરે 95 કિલોમીટર ઉત્તરમાં આવેલા એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર થઈ છે, જેને અમેરિકી સેનાનું એક ખૂબ જ મહત્વપૂર્ણ અને મોટું ઓપરેશન સેન્ટર માનવામાં આવે છે.

એડવર્ડ્સ એરફોર્સ બેઝના સત્તાવાર નિવેદન અનુસાર, આ વાયુસેનાનું B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ વિમાન કુલ 8 લોકોને લઈને એક રૂટીન ટેસ્ટ મિશન પર ગયું હતું. સવારે 11:20 વાગ્યે ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ અચાનક વિમાન જમીન પર તૂટી પડ્યું હતું. દુર્ઘટના એટલી ભયાનક હતી કે શરૂઆતના સંકેતોમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે આ અકસ્માતમાં કોઈના પણ બચવાની કોઈ જ શક્યતા રહી નથી અને વિમાનનો કાટમાળ મોટા વિસ્તારમાં ફેલાઈ ગયો હતો.

આ ગંભીર ઘટનાની જાણ થતાં જ એરબેઝ તંત્રની ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં વિમાનમાં સવાર તમામ સ્ટાફની સત્તાવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે અને અકસ્માત કયા ચોક્કસ કારણોસર થયો તેની ઝીણવટભરી તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ દુર્ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પર સત્તાવાર જાહેરાત કરીને એડવર્ડ્સ એરબેઝને હાલ પૂરતું બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આખરે શું છે આ B-52 બોમ્બર પ્લેન? B-52 એ અમેરિકાનું અત્યંત ભારે અને કદાવર બોમ્બ ફેંકનાર ફાઇટર પ્લેન છે. આ વિમાને પહેલીવાર વર્ષ 1954 માં ઉડાન ભરી હતી. તેને શીત યુદ્ધ દરમિયાન રશિયા સામેના યુદ્ધને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયું હતું. તે ક્રૂઝ મિશાઇલો સુધીના ઘાતક હથિયારો વહન કરી શકે છે. તેનો ઉપયોગ વિયેતનામ, ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધમાં વ્યાપકપણે થયો હતો.