ટ્રમ્પનું કડક સ્ટેન્ડ જીત સુધી લડત ચાલુ રહેશે
=> વિશ્વમાં ચિંતા: ટ્રમ્પની ધમકીથી તણાવ વધ્યો
=> સમાધાન કરો નહીં તો તબાહ થશો; ટ્રમ્પની ઈરાનને કડક ચેતવણી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલું યુદ્ધ અમેરિકા કોઈપણ ભોગે જીતશે. ચીન રવાના થતા પહેલા તેમણે કહ્યું, "ઈરાન કાં તો સમજૂતી કરશે અથવા તો તબાહ થઈ જશે." ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પાસે પરિસ્થિતિને સંભાળવા માટે દરેક વિકલ્પ છે. તેમણે જણાવ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની વાતચીતમાં ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટ સંકટ પર પણ ચર્ચા થશે.
જોકે, ટ્રેડ ડીલનો મુખ્ય મુદ્દો રહેશે. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, અમેરિકાએ ૭૪ દિવસના યુદ્ધમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૨૯ અબજ ડોલર ખર્ચ કર્યા છે. આ રકમ ફક્ત હથિયારો અને સૈન્ય ઉપકરણો પર ખર્ચ થઈ છે. તેમાં સૈન્ય ઠેકાણાઓને થયેલા નુકસાનનો ખર્ચ સામેલ નથી. અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે કોંગ્રેસ પાસેથી વધારાના રક્ષા બજેટની માંગ કરી. તેમણે કહ્યું કે દુનિયાની સૌથી શક્તિશાળી સૈન્ય શક્તિ બની રહેવા માટે અમેરિકાને ૧.૫ લાખ કરોડ ડોલરની જરૂર છે.