PM સ્વનિધિ યોજના હેઠળ લોન મેળામાં 87 અરજી મંજુર
=> પાંચ વર્ષ બાદ પણ કોવીડના નામે લોન મેળા : કેમ્પમાં 104 લાભાર્થીએ લાભ લીધો અને 87 લોન અરજીઓ મંજુર કરાઈ
સિટી ન્યૂઝ@રાજકોટ : ભારત સરકાર દ્વારા કોવિડ 19થી અસરગ્રસ્ત શેરીફેરિયાઓ માટે પી.એમ.એસવી નિંધી યોજના થકી તેઓની આજીવિકા પુનસ્થાપિત કરી શકે તે હેતુથી વર્કિંગ કેપિટલ લોન મળી રહે તે માટે ભારત સરકારના આવાસ અને શહેરી મંત્રાલય દ્રારા પી.એમ.એસવી નિંધી યોજના યોજના માર્ચ- 2030 સુધી લાગુ કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ની ઉજવણીમાં ભારત સરકાર દ્વારા શેરીફેરિયાઓ માટે પી.એમ.એસવીનિંઘી યોજના હેઠળ ફેરિયાઓ તેમનો વ્યવસાય શરુ કરી શકે તે હેતુથી તબક્કાવાર વર્કિંગ કેપિટલ લોન સિક્યુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે.
આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરના છુટાછવાયા સ્થળે ફેરી કરતા મહત્તમ શેરીફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર નવા લાભાર્થીઓ માટે લોન ફોર્મ ભરવા તથા જે લાભાર્થીઓની લોન અરજી બેંક લેવલે મંજુરી માટે પેન્ડીંગ છે તેમની અરજીઓના નિકાલ, લોન મેળવેલ ફેરિયાઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલ તા.૧૩-૦૫-૨૦૨૬ના રોજ શ્રી મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે PM SVANidhi યોજનાના કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં ૧૦૪ લાભાર્થીઓએ લાભ લીધેલ તેમજ કેમ્પના સ્થળ પર ૮૭ લોન અરજીઓ મંજુર કરવામાં આવેલ છે
આ PM SVANidhi યોજનાના કેમ્પમાં PM SVAnidhi યોજનામાં અલગ-અલગ બેંકોમાં પેન્ડીંગ રહેલ મહતમ લોન અરજીઓ મંજુર થાય તે માટે તમામ બેંકોનાં અધિકારીઓને કેમ્પમાં હાજર રાખી કેમ્પના સ્થળે જ લોન અરજીઓ મંજુર કરવા માટે આયોજન કરેલ સાથોસાથ લોન મંજુરી કેમ્પની સાથે જે ફેરિયાઓ લોન લેવા ઈચ્છુક હોય તેવા લાભાર્થીઓ માટે નવી લોન અરજીઓ પણ કેમ્પના સ્થળ ઉપર કરવામાં આવેલ હતી.