Loading Please Wait !!!
બે દેશોની જીદ યુદ્ધને લંબાવી શકે? : ઈરાનનું એલાન; હવે પાછા હટવાનો સવાલ જ નથી

=> ઈરાની સેના સંપૂર્ણ તૈયાર


સિટી ન્યૂઝ@નવી દિલ્હી 

ઈરાની સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ મોહમ્મદ અકરમી નિયાએ બુધવારે કહ્યું છે કે અમેરિકા અને ઈઝરાયલ સાથેના જંગ બાદ હવે પાછા હટવાની કોઈ શક્યતા નથી. તેમણે કહ્યું કે ઈરાની સેના અને સુરક્ષા દળો સંપૂર્ણપણે તૈયાર છે, કારણ કે અમેરિકા સાથેનો યુદ્ધવિરામ ઘણો નબળો છે. અકરમી નિયાએ જણાવ્યું કે હોર્મુઝના પશ્ચિમ ભાગ પર ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ની નેવીનું નિયંત્રણ છે, જ્યારે પૂર્વી ભાગની જવાબદારી ઈરાની રેગ્યુલર નૌસેના સંભાળી રહી છે. તેમણે દાવો કર્યો કે ઈરાની સેનાએ દુશ્મનને તેના કોઈપણ હેતુમાં સફળ થવા દીધા નથી.

યુદ્ધ દરમિયાન મિડલ ઇસ્ટમાં અમેરિકી સૈન્ય મથકો પર રહેલા અનેક ઉપકરણો (ઇક્વિપમેન્ટ) તબાહ કરી દેવામાં આવ્યા હતા. અકરમી નિયાએ ઈરાનની સૈન્ય તાકાતના વખાણ કરતા કહ્યું કે દુશ્મને (અમેરિકા-ઈઝરાયલ) ઈરાનની ક્ષમતાઓનો સાચો અંદાજ લગાવ્યો નહોતો. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે તેહરાન તરફથી હોર્મુઝ સ્ટ્રેટ તમામ વ્યાપારી જહાજો માટે ખુલ્લો છે,

જો તેઓ ઈરાની નૌકાદળ સાથે તાલમેલ જાળવીને ચાલે. નવી દિલ્હીમાં ચાલી રહેલી BRICS વિદેશ મંત્રીઓની બેઠકમાં અરાઘચીએ BRICS દેશોને અમેરિકા અને ઈઝરાયલના હુમલાઓની નિંદા કરવા અપીલ કરી છે.