Loading Please Wait !!!
પાંચ દિવસ વરસાદ પર બ્રેક 15 જુલાઈથી ફરી મેઘરાજાની એન્ટ્રી

 

  • રાજકોટમાં સતત વાદળછાયું વાતાવરણ રહેશે

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદ બાદ હવે હવામાનમાં રાહત જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી ૧૫ જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. જેના કારણે હાલ પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના ઓછી છે. જોકે, ૧૪થી ૧૭ જુલાઈ દરમિયાન બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થતાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં ફરી સારો વરસાદ વરસી શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જોકે દક્ષિણ ગુજરાતમાં હજુ પણ જમીનમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી ત્યાં વરાપ નીકળવામાં થોડો સમય લાગી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ૧૭ જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ જામશે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રા કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જુલાઈના અંતિમ સપ્તાહ માટે ખાસ મહત્વની આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ ૨૭ થી ૩૦ જુલાઈ દરમિયાન રાજ્યમાં વરસાદનું વધુ એક ચક્ર સક્રિય થઈ શકે છે. આ ઉપરાંત ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. વરસાદની આગાહી ઉપરાંત તેમણે આગામી મહિનાઓ અંગે પણ ચેતવણી આપી છે. તેમના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર અને ઓક્ટોબર દરમિયાન અલ નીનોની અસર જોવા મળી શકે છે. જેના કારણે ૧૩ સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની અને આકરી ગરમીનો અનુભવ થવાની શક્યતા છે.

હાલમાં હવામાનની સ્થિતિને જોતા આગામી થોડા દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદથી રાહત મળવાની સંભાવના છે. જોકે, ૧૫થી મધ્યથી નવી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધી શકે છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, ૧૫ જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં એકાદ-બે સ્થળોથી લઈને કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવસ દરમિયાન એકથી બે વખત હળવા ઝાપટાં અથવા મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.

હવામાન વિભાગે ચાલુ સીઝનના વરસાદી આંકડા જાહેર કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. હાલમાં સરેરાશ વરસાદમાં ૯.

  • સુરતમાં વરસાદથી ત્રણ દિવસમાં 33 લોકોનાં મોત

સુરત શહેરમાં ભારે વરસાદને કારણે હાલ બેહાલ થયાં છે. બીજી તરફ ખાડી પૂરને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ડૂબી જવાથી ૧૩ લોકોના મોત થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જ્યારે એક યુવાનનું કરંટ લાગતાં મોત થયું છે. એક યુવક ત્રીજા માળેથી પડી જવાને કારણે મોતને ભેટ્યો છે. આકાશી આફતે તબાહી મચાવતા શહેરમાં ૨૪ કલાકમાં ૧૫ પરિવારના માળા વિખેરાયા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સહિત નવસારી અને વલસાડની મુલાકાતે ગયા હતા. જ્યાં તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કામગીરી માટે આદેશો આપ્યા હતા. મ્યુ. કમિશનર એમ. નાગરાજાને જણાવ્યું હતું કે, આ સપ્તાહમાં જ સિઝનનો ૩૦ ટકા વરસાદ શહેરમાં નોંધાયો છે. શહેરમાં ૩૬૦૦ લોકોનું લોકોને રિલીફ સેન્ટરમાં ખસેડાયા છે. NDRFની ૨ અને SDRFની ૫ ટીમો કાર્યરત છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, પલસાણા અને કામરેજમાં સૌથી વધુ વરસાદ થયો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનો ઝડપભેર સર્વે થઈ રહ્યો છે અને ગઈકાલથી જ કેશોલ્સ અને દરપરી સહાય ચૂકવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. શ

હેર-જિલ્લામાં ૪૦ જેટલા કાચા-પાકા મકાનોને થયેલા નુકસાન અંગે વિગતો આપી હતી. શહેરમાં તંત્રની નિષ્ફળતા છુપાવવા માટે સત્તાધીશોએ સફાઈનો દેખાડો કર્યો છે. એક જ દિવસમાં ૪૦૦ ટન કચરો ઉલેચવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેર ડૂબ્યા બાદ સફાઈ નામે તંત્રએ દેખાડો કર્યો છે. શહેરમાં ખાડી પૂરને કારણે ડીંડોલી, સરથાણા, વરાછા, ઓલપાડ સહિતના વિસ્તારો ડૂબમાં છે. આ વરસાદ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પણ આફત બન્યો છે. દુકાનોમાં ખાડી પૂરના પાણી ભરાઈ જતાં લાખોનો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે. વેપારીઓનું કહેવું છે કે, તંત્ર માત્ર વેરાનું બિલ લેવા આવે છે પણ આવી સ્થિતિમાં કોઈ પૂછવા પણ આવતું નથી. શહેરમાં રઘુકુલ, અનુપમ, સાગર, અનમોલ માર્કેટનું નુકસાન થયું છે.