Loading Please Wait !!!
ડોમિનિકન રિપબ્લિકમાં ટેક-ઓફ વખતે પ્લેન ક્રેશ થતા ભયાનક બ્લાસ્ટ

  • લા રોમાના એરપોર્ટ પર આગનો ગોળો બનેલા પ્રાઈવેટ જેટના 2 પાયલોટ સરેઆમ ભુંજાઈ ગયા
  • હવામાં 3 વાર ગોથા ખાઈને અમેરિકા જઈ રહેલું પ્રાઇવેટ ગલ્ફસ્ટ્રીમ G200 જેટ ભયાનક આગમાં ખાખ
  • રનવે પર બેલેન્સ ખોરવાતા પ્રચંડ બ્લાસ્ટ થયો, આખું વિમાન આગના ભયાનક ગોળામાં ફેરવાયું

સિટી ન્યુઝ @ લા રોમાના

ડોમિનિકન રિપબ્લિકના લા રોમાના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રવિવારે 7 જૂનના રોજ એક અત્યંત હચમચાવી દેનારો અને કાળજું કંપાવનારો પ્લેન ક્રેશ સર્જાયો છે. અમેરિકા જવા માટે ટેક-ઓફ કરી રહેલું એક પ્રાઇવેટ ગલ્ફસ્ટ્રીમ G200 જેટ રનવે પર જ સરેઆમ મોતનો તાંડવ સર્જીને ભયાનક આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ હાઈ-વોલ્ટેજ દુર્ઘટનામાં ગણતરીની મિનિટોમાં જ આખું પ્લેન બળીને ખાખ થઈ ગયું હતું, જેમાં પ્લેન ઉડાવી રહેલા બંને પાયલોટ (પાયલોટ અને કો-પાયલોટ) ના ઘટનાસ્થળે જ અત્યંત કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

આ રૂંવાડા ઊભા કરી દેનારા અકસ્માતનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પ્લેન ટેક-ઓફ માટે ફૂલ સ્પીડમાં દોડી રહ્યું હતું ત્યારે જ રનવે પર અચાનક તેનું ભયાનક સંતુલન બગડ્યું હતું. પ્લેન વંટોળની જેમ હવામાં 2 થી 3 વાર ખતરનાક રીતે ઉછળ્યું અને જમીન પર પછડાતા જ તેમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે આ પ્રાઇવેટ જેટ પ્યુર્ટો રિકોથી અહીં આવ્યું હતું અને ફ્યુઅલ ભરાવીને અમેરિકાના ઓસ્ટિન જવા રવાના થઈ રહ્યું હતું ત્યારે જ અચાનક આ કાળચક્ર ફરી વળ્યું હતું.

સદનસીબે આ કાળમુખા પ્લેનમાં કોઈ પેસેન્જર સવાર નહોતા, જેના કારણે એક અત્યંત મોટી અને ભયાનક જાનહાનિ સરેઆમ ટળી ગઈ છે, પરંતુ બંને પાયલોટ બચી શક્યા નથી. એવિએશન રિપોર્ટ્સ મુજબ, લા રોમાના એરપોર્ટથી 16 નોટિકલ માઈલ દૂર વિમાને કટોકટી જોઈને ઇમરજન્સી એલર્ટ પણ આપ્યું હતું, પરંતુ પાયલોટ કંઈ સમજે કે પ્લેન પર કાબૂ મેળવે તે પહેલાં જ પ્લેન રનવે પર ખાબક્યું હતું. આ ટેકનિકલ ખામી કેમ સર્જાઈ તેના મૂળ સુધી પહોંચવા માટે હવે એરપોર્ટ ઓથોરિટીએ યુદ્ધના ધોરણે ઉચ્ચ સ્તરીય તપાસના કડક આદેશ આપી દીધા છે.

પેસેન્જર ન હોવાથી ટળ્યો મોટો આંતરરાષ્ટ્રીય આઘાત

ગલ્ફસ્ટ્રીમ G200 જેટમાં લાગેલી ભયાનક આગ જોતા જ સ્પષ્ટ થાય છે કે જો પ્લેનમાં મુસાફરો હોત તો કોઈનો પણ જીવ બચવો અશક્ય હતો. સદનસીબે ફ્લાઈટ ખાલી હોવાથી મોટો મૃત્યુઆંક ટળી ગયો છે. બચાવ ટુકડીઓએ તાત્કાલિક એક્શન લઈને ભડકે બળતા પ્લેનની આગ ઓલવી હતી પરંતુ બંને પાયલોટને સળગતા પ્લેનમાંથી જીવતા બહાર કાઢવા મુશ્કેલ બન્યા હતા. ભયાનક કાળા ધુમાડાએ આખા એરપોર્ટ પર ફફડાટ મચાવી દીધો હતો.