Loading Please Wait !!!
હળહળતો કળિયુગ : જમાઈએ સાસુ સાથે લગ્ન કર્યા

  • સંબંધોની સરહદ તૂટી
  • કોર્ટમાં લગ્ન કરી લીધા આશીર્વાદ આપવા સૌને અપીલ કરી હતી

સિટી ન્યૂઝ@ઉત્તરપ્રદેશ

ઉત્તર પ્રદેશના કાનપુરના ગ્રામ્યમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે સંબંધોની પરંપરાગત વ્યાખ્યાઓ પર એક નવી ચર્ચા જગાવી દીધી છે. અહીં એક મહિલાએ પોતાના જ જમાઈને જીવનસાથી તરીકે પસંદ કરી લીધો છે અને બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા છે. લગ્ન બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બંને લોકો પાસે પોતાના આ અનોખા સંબંધને સ્વીકારવા અને આશીર્વાદ આપવાની અપીલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કાનપુર દેહાતના અકબરપુર વિસ્તારમાં બનેલી આ ઘટનાની ચર્ચા હાલ સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિક સ્તર પર ભારે જોરશોરથી થઈ રહી છે. મળતી માહિતી મુજબ, સાસુ અને જમાઈએ પરસ્પર સહમતીથી આ લગ્ન કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. લગ્ન બાદ સામે આવેલા વીડિયોમાં બંને પોતાના આ નિર્ણયને યોગ્ય ગણાવી રહ્યા છે. વીડિયોમાં બંને ખૂબ જ સહજ દેખાઈ રહ્યા છે અને પોતાના નિર્ણય પર મક્કમ છે. જોકે, આ વાયરલ વીડિયોની હજુ સુધી કોઈ સ્વતંત્ર કે સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. લાંબા સમયથી સંપર્કમાં હોવાની ચર્ચાઓ સ્થાનિક લોકોમાં ચાલી રહ્યા મુજબ, આ મહિલા અને તેના જમાઈ વચ્ચે લાંબા સમયથી નજીકના સંબંધો હતા.

આ ઘટના સામે આવ્યા બાદ પરિવાર અને આસપાસના લોકો પણ ચોંકી ગયા છે. પરંપરાગત સામાજિક માન્યતાઓ અને મૂલ્યોને કારણે આ સંબંધને લઈને સમાજમાં મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકો તેને બંનેની અંગત પસંદગી ગણાવી રહ્યા છે, જ્યારે મોટાભાગના લોકો આ સંબંધ સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. તંત્ર પાસે સત્તાવાર માહિતી નથી, આ લગ્ન ક્યારે અને ક્યાં રજિસ્ટર થયા તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર દસ્તાવેજો કે વિગતો જાહેર થઈ નથી.