Loading Please Wait !!!
પેઢીમાં જહ્નવીના સીન બદલાશે

 

સિટી ન્યૂઝ@મુંબઈ

રામ ચરણ અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘પેઢી’માં જાહ્નવીના પાત્રને લઈને ઊભા થયેલા વિવાદ બાદ ફિલ્મના ડિરેક્ટર બુચ્ચી બાબુ સનાએ જાહેરમાં માફી માગી છે. ફિલ્મમાં જાહ્નવીના પાત્રની રજૂઆતને લઈને દર્શકો તરફથી ભારે વિરોધ જોવા મળ્યો હતો. અનેક લોકોએ આરોપ લગાવ્યો હતો કે ફિલ્મમાં તેના પાત્રને કારણ વગર સેક્સ્યુઅલ ઓવરટોન આપવામાં આવ્યો છે અને એ યોગ્ય સન્માન સાથે રજૂ કરવામાં આવ્યું નથી. ફિલ્મ રિલીઝ થયા પછી સોશિયલ મીડિયા પર અનેક દર્શકોએ જાહ્નવીના પાત્ર વિશે નારાજગી વ્યક્ત કરી હતી.

કેટલાક દ્રશ્યોમાં કેમેરા એન્ગલ્સ, રોમેન્ટિક દ્રશ્યો અને પાત્રની રજૂઆતને લઈને ટીકા થઈ હતી. દર્શકોનું કહેવું હતું કે પાત્રને મજબૂત અને સ્વતંત્ર બતાવવાને બદલે માત્ર ગ્લેમરસ રીતે રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મના ડિરેક્ટર બુચ્ચી બાબુ સનાએ સોશિયલ મીડિયા પર એક લાંબું નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે ‘સિનેમાનું કામ લોકોનું મનોરંજન કરવાનું, તેમને પ્રેરણા આપવાનો મારો ઉદ્દેશ્ય ક્યારેય નહોતો. ફિલ્મના કેટલાક દ્રશ્યોને લઈને મળેલા પ્રતિસાદને મારી ટીમે ખૂબ ગંભીરતાથી લીધો છે.