Loading Please Wait !!!
રાજકોટનું ગર્વ; ક્રિકેટર ચેતેશ્વર પૂજારાનું વિશ્વસ્તરે સન્માન !

લંડનની વિખ્યાત મેરીલેબોન ક્રિકેટ ક્લબ MCC ટેસ્ટ કરિયરમાં યોગદાન બદલ લાઈફ મેમ્બરશિપ એનાયત

ચેતેશ્વર પૂજારાએ કહ્યું લોફર્સની આ પ્રતિષ્ઠિત ક્લબમાં સ્થાન મેળવવાને ગૌરવપૂર્ણ ગણાવ્યું

સિટી ન્યૂઝ@રાજકોટ

ભારતીય ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ ચેતેશ્વર પૂજારાને મેરિલેબોન ક્રિકેટ ક્લબ (MCC) તરફથી માનદ આજીવન સભ્યપદ આપવામાં આવ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં લાંબા સમય સુધી આપેલા યોગદાન અને શાનદાર પ્રદર્શન બદલ તેને આ પ્રતિષ્ઠિત સન્માન એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન મળ્યા બાદ પૂજારાએ કહ્યું કે MCCનું આજીવન સભ્યપદ મેળવવું તેમની કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણોમાંની એક છે.

દરેક ક્રિકેટર લોફર્સમાં રમવાનું સપનું જોતો હોય છે અને હવે આ ઐતિહાસિક સંસ્થાનો આજીવન સભ્ય બનવું તેમના માટે ગર્વની વાત છે. પૂજારાએ જણાવ્યું કે વર્ષોની મહેનત અને ટેસ્ટ ક્રિકેટ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આ રીતે માન્યતા મળે તે ખૂબ જ વિશેષ અનુભવ છે. તેમણે કહ્યું કે આ સન્માન તેમને ભવિષ્યમાં પણ ક્રિકેટ માટે યોગદાન આપવાની વધુ પ્રેરણા આપશે. ચેતેશ્વર પૂજારાએ ૨૦૧૦માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને ૨૦૨૩માં પોતાની છેલ્લી ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયા સામે જ રમી હતી.