ઉનાળામાં ખજૂર ખાતા ડરો છો? અપનાવો આ ખાસ રીત, ગરમી નહીં લાગે અને શરીર બનશે ‘સુપર પાવરફુલ’
-
તાસીર બદલવાનો દેશી નુસખો- રોજ રાત્રે દૂધમાં પલાળીને ખાવાથી હાડકા મજબૂત થશે અને લોહીની ઉણપ થશે દૂર
-
રોજ માત્ર 2-3 ખજૂરનો આ રીતે કરો ઉપયોગ- ખાંડ વગરનું નેચરલ એનર્જી ડ્રિંક ઘરે જ બનાવો; પાચનશક્તિમાં થશે સુધારો
-
કેલ્શિયમ અને આયર્નનો ખજાનો- રાત્રે પલાળેલા ખજૂર સવારે મિક્સરમાં પીસીને પીવાથી આખો દિવસ રહેશે સ્ફૂર્તિ
ઉનાળો શરૂ થતા જ ઘણા લોકો ખજૂર ખાવાનું બંધ કરી દે છે કારણ કે તેની તાસીર ગરમ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ખાવાની રીત બદલીને તમે ગરમીમાં પણ ખજૂરના અદભૂત ફાયદા મેળવી શકો છો? હેલ્થ એક્સપર્ટ્સના મતે, જો ખજૂરને દૂધમાં પલાળીને ખાવામાં આવે તો તેની ગરમી ઓછી થઈ જાય છે અને તે શરીર માટે ઠંડક અને શક્તિનો સ્ત્રોત બને છે.
ઉનાળામાં રોજ કેટલો ખજૂર ખાવો ?
ગરમીની ઋતુ દરમિયાન ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું પડે છે. ઉનાળામાં ખજૂરથી થતા ફાયદા મેળવવા હોય તો મર્યાદિત માત્રામાં ખજૂરનું સેવન કરી શકાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર રોજ બે થી ત્રણ ખજૂર ખાવાથી ફાયદો થઈ શકે છે. ગરમીના દિવસોમાં વધારે માત્રામાં ખજૂર ખાવાનું ટાળવું જોઈએ.
ઉનાળામાં કેવી રીતે ખજૂર ખાવો ?
જેમ અગાઉ જણાવ્યું તેમ ખજૂરની તાસીર ગરમ હોય છે તેથી લોકો તેને ખાવાનું ટાળતા હોય છે પરંતુ ઉનાળામાં પણ ખજૂર ખાઈ શકાય છે તેના માટે ખજૂરના દૂધમાં પલાળીને ઉપયોગમાં લેવો. દૂધમાં ખજૂર પલાળવાથી દૂધમાં મીઠાશ પણ આવી જશે અને શરીરને ખજૂર ખાવાના ફાયદા પણ મળશે. ઉનાળામાં ખજૂર ખાવા માટે રોજ રાત્રે એક વાટકી દૂધમાં બે ખજૂર પલાળી દેવા. બીજા દિવસે દૂધ અને ખજૂરને મિક્સરમાં બરાબર પીસી અને ખજૂર વાળુ દૂધ પી લેવું.
ખજૂર વાળુ દૂધ પીવાના ફાયદા
ખજૂર અને દૂધ સૌથી બેસ્ટ કોમ્બિનેશન ગણાય છે. દૂધમાં ખજૂર ઉમેરવાથી દૂધમાં નેચરલ મીઠાશ આવી જાય છે જેથી તેમાં ખાંડ ઉમેરવી પડતી નથી. ખજૂર વાળું દૂધ પીવાથી શરીરને નીચે દર્શાવ્યા અનુસારના ફાયદા થાય છે.
1. ખજૂર વાળુ દૂધ પીવાથી હાડકા મજબૂત થાય છે.
2. શરીરમાં લોહીની ઉણપ હોય તો રોજ એક ગ્લાસ ખજૂરનું દૂધ પીવું જોઈએ તેનાથી લોહીની ઉણપ દૂર થાય છે.
3. જો તમને ઊંઘની સમસ્યા હોય તો પણ ખજૂરનું દૂધ પી શકો છો. ઊંઘની સમસ્યા માટે પણ દૂધ અને ખજૂરનું કોમ્બિનેશન ફાયદાકારક છે.
4. ખજૂરવાળું દૂધ પીવાથી શરીરને એનર્જી મળે છે અને થાક-નબળાઈ દૂર થાય છે.
5. ખજૂર વાળુ દૂધ પીવાથી હેલ્થને પણ ફાયદો થશે.
6. જે લોકોને કબજિયાત રહેતી હોય તેઓ પણ ખજૂરવાળું દૂધ પી શકે છે ખજૂર વાળુ દૂધ પીવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત થઈ શકે છે.