Loading Please Wait !!!
એટલાન્ટિક ક્રુઝમાં હંટાવાયરસની શંકા 3નાં મોત : જહાજ રોકાયું

  • આફ્રિકાના કિનારે જહાજ રોકી દઈ યાત્રિકોને ઉતરવાની પરવાનગી નહીં

    સિટી ન્યૂઝ@નવી દિલ્હી : એટલાન્ટિક મહાસાગરમાં એક ક્રુઝ શિપ પર હંટાવાયરસ સંક્રમણનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. તેમાં ત્રણ લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા ત્રણ લોકો બીમાર છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને દક્ષિણ આફ્રિકાના આરોગ્ય વિભાગે રવિવારે તેની પુષ્ટિ કરી. MV હોન્ડિયસ નામના આ ક્રુઝશિપને હાલમાં આફ્રિકી દેશ કેપ વર્ડેની રાજધાની પ્રાયામાં રોકવામાં આવ્યું છે. હાલમાં મુસાફરોને ઉતરવાની મંજૂરી મળી નથી. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે જેથી સંક્રમણ ફેલાવાના જોખમને નિયંત્રિત કરી શકાય. વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, જહાજ પર 6 લોકોમાં સંક્રમણ જેવા લક્ષણો મળ્યા છે. તેમાંથી એક કેસની પુષ્ટિ લેબમાં થઈ ચૂકી છે. એક દર્દી દક્ષિણ આફ્રિકાની હોસ્પિટલમાં ICUમાં દાખલ છે, જ્યારે બેને જહાજમાંથી બહાર કાઢવાની તૈયારી કરવામાં આવી રહી છે.