Loading Please Wait !!!
શિક્ષણમાં આલ્ફા વિદ્યા સંકુલ `ધુરંધર'

  • ગૌરવપૂર્ણ સિદ્ધિ: 14 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો
  • ધો.12નાં પરિણામમાં જૂનાગઢ સ્થિત આલ્ફા સંકુલનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

સિટી ન્યૂઝ@જૂનાગઢ : ગુજરાત રાજ્યના ધોરણ ૧૨ના પરિણામમાં જુનાગઢ સ્થિત આલ્ફા વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. સંસ્થાના વિદ્યાર્થી વાણવી ધર્મેન્દ્રએ બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે વાળા જતીને રાજ્યમાં છઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા સામાન્ય પરિવારમાંથી આવતા ધર્મેન્દ્રની ડોક્ટર બનવાની દ્રઢ ઈચ્છા છે. આ સિદ્ધિ દ્વારા તેણે પોતાના પરિવાર અને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે.

સંસ્થાની સર્વશ્રેષ્ઠ શિક્ષક ટીમ, પરિણામલક્ષી અભિગમ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના અથાગ પરિશ્રમથી આલ્ફા વિદ્યા સંકુલ  જુનાગઢે ફરી એકવાર સાબિત કર્યું છે કે સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં તેનું નામ મોખરે છે. છેલ્લા એક દાયકાથી કાર્યરત આ સંસ્થા ગ્રામ્ય વિદ્યાર્થીઓના ઉત્કર્ષ અને કારકિર્દી નિર્માણ માટે જાણીતી છે.

આ વર્ષના ધોરણ ૧૨ના પરિણામમાં કુલ ૧૪ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ૫૬ વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ પ્રાપ્ત કરીને સંસ્થા અને પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું છે. પાછલા વર્ષોમાં પણ સંસ્થાએ સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓને MBBS અને એન્જિનિયરિંગમાં પ્રવેશ અપાવ્યો છે.

સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર હાર્દિકભાઈ સોનીએ જણાવ્યું હતું કે, આલ્ફા વિદ્યા સંકુલ  જુનાગઢ બોર્ડ, GUJCET તેમજ JEE અને NEET જેવી રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામો અપાવવા માટે જાણીતું છે. તેમણે ઉમેર્યું કે, આજે જાહેર થયેલું પરિણામ વિદ્યાર્થીઓના અથાગ પરિશ્રમ, આલ્ફાની પરિણામલક્ષી શિક્ષણ પદ્ધતિ અને હજારો વાલીઓએ તેમના પર મૂકેલા વિશ્વાસનું ફળ છે.

સંસ્થાના ટ્રસ્ટી પ્રતીકભાઈ પટેલે જણાવ્યું કે, આ પરિણામ વિદ્યાર્થીઓની અથાગ મહેનતનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે, JEE, NEET, ગુજકેટ કે ગુજરાત બોર્ડમાં આવા જ પરિણામો આપવા માટે તેમની ટીમ કટિબદ્ધ છે. સંસ્થાના ટ્રસ્ટીઓ, સંચાલકો અને શિક્ષકગણે સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા જ ઉત્કૃષ્ટ પરિણામો મેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.