Loading Please Wait !!!
જામનગરમાં રણજીતસાગર રોડ પર વીજપોલમાં શોર્ટ સર્કિટથી લાગી અચાનક આગ

 

  • ગત મોડી રાત્રે સ્ટ્રીટ લાઇટના વીજપોલમાં શોર્ટ સર્કિટ થવાના કારણે સર્જાઈ હતી સ્થિતિ

  • આગ વધુ ફેલાય તે પૂર્વે જ બંને જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી સંભાળી મોરચો

  • પ્રશસનીય કામગીરી કરનાર હોમગાર્ડ જવાનોની સજાગતાથી મોટી જાનહાનિ ટળી

સિટી ન્યુઝ @ જામનગર

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા આર્મી એરિયાના ગેટ નજીક ગત મોડી રાત્રે સ્ટ્રીટ લાઇટના વીજપોલમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ જોખમી ઘટનાની જાણ થતાં જ ફરજ પર હાજર રહેલા બે સતર્ક હોમગાર્ડ જવાનોએ ભારે સૂઝબૂઝ અને તાત્કાલિક કાર્યવાહી કરીને મોટી દુર્ઘટના ટાળી દીધી હતી.

ઘટનાની વિગતો મુજબ, હોમગાર્ડ જવાન અરવિંદ મકવાણા અને શૈલેષ ફલીયા ત્વરિત ગતિએ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને અગ્નિશામક બોટલ (ફાયર એક્સટિ theſeંગ્વિશર) ની મદદથી વીજપોલમાં લાગેલી આગ પર સમયસર કાબૂ મેળવી લીધો હતો. જો સમયસર આગ બુઝાવવામાં ન આવી હોત તો તે આસપાસના વિસ્તારમાં ફેલાઈને મોટો અકસ્માત સર્જી શકી હોત. આ બંને હોમગાર્ડ જવાનોની સમયસૂચકતા, સાહસ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની ચારેય તરફ ભારે પ્રશંસા થઈ રહી છે.

નાગરિક સુરક્ષા અને પ્રશાસન

આપત્તિના સમયે સુરક્ષાકર્મીઓની ત્વરિત સજાગતા અને સમયસર લેવાયેલા પગલાં મોટી દુર્ઘટનાઓને અટકાવીને જાનમાલનું રક્ષણ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે.