મુંબઈમાં 20 બિલાડીઓની હત્યા કરનાર ગિરફતાર
ગુસ્સામાં હત્યા કરી હતી, 50,000 રૂપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું
સિટી ન્યૂઝ@મુંબઈ
મુંબઈના ચેમ્બુરમાં લગભગ ૨૦ રખડતી બિલાડીઓને માર્યા બદલ પોલીસે ૪૦ વર્ષના એક શક્ષની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ શિવા કેશવ જોશી તરીકે થઈ છે. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી. પૂછપરછમાં જોશીએ બિલાડીઓને ગુસ્સામાં મારવાની વાત કબૂલી.
૪ સપ્ટેમ્બરે વિસ્તારમાંઘણી બિલાડીઓના મૃતદેહ મળ્યા હતા. કેટલાક બિલાડીના બચ્ચા પણ મૃત અને ઘાયલ હાલતમાં મળ્યા હતા. પશુ અધિકાર સંગઠન પેટા ઇન્ડિયાએ બિલાડીઓને મારનારની જાણકારી આપવા પર ૫૦ હજારનું ઇનામ રાખ્યું હતું. રૂબીના અદુલ મલિક પઠાણ છેલ્લા ૫-૬ વર્ષથી વિસ્તારમાં રખડતી બિલાડીઓને ખવડાવવા અને તેમની સારવાર કરાવવામાં મદદ કરે છે.