Loading Please Wait !!!
મંદિરોમાં VIP રાજ ખતમ કરો : હાઈકોર્ટ



=> પૈસાથી ભગવાનના દર્શન; ધાર્મિક સ્થાનોમાં ભેદભાવ નહીં ચાલે

=> રાજકીય-વહીવટી વગદાર વ્યક્તિઓને વિશેષ સુવિધા આપી સીધા ગર્ભગૃહ સુધી પહોંચવાની પરંપરા વિકસતી જઈ રહી છે

=> ભક્તિ નહીં, વગનો ખેલ : આસ્થા પર અમીરીનો કબજો

=> લાઈન સામાન્ય ભક્ત માટે, દરવાજા VIP માટે મંદિરોની વ્યવસ્થામાં ખુલ્લો ભેદભાવ

સિટી ન્યૂઝ@ચેન્નઈ

દેશના ખ્યાતનામ મંદિરોમાં વીઆઈપી-વીવીઆઈપી દર્શન માટે જે રીતે ભાવિકો પાસેથી પૈસા લઈને અથવા તો રાજકીય કે વહીવટી રીતે વગદારને છેક મંદિરના ગર્ભદ્વાર જ્યાં પહોંચવાનું સામાન્ય વ્યક્તિનો વિચાર જ કરી શકતો નથી તે પ્રકારે રાતત વધી રહેલી પ્રણાલીમાં મંદિરમાં વીઆઈપી દર્શનથી તગડી કમાણી પણ થાય છે. પણ મદ્રાસ હાઈકોર્ટે વીઆઈપી દર્શન અને તેમાં પણ પેઇડ-દર્શનની પ્રણાલી ખોટી તથા ભેદભાવભરી ગણાવી તે યથાવત રાખવાથી તામિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી હતી.

સરકારની દલીલ હતી કે, જો પેઇડ-વીઆઈપી દર્શન બંધ કરાશે તો મંદિરને જે આવક થાય છે તેમાં પણ નુકશાની જશે પણ હાઈકોર્ટે તે દલીલ ફગાવતા કહ્યું કે ચર્ચ અને મસ્જીદોમાં તો આવી પ્રણાલી હોતી જ નથી. મંદિરોમાં વીઆઈપી દર્શન સામે પ્રતિબંધ મુકવાની એક અરજીમાં તથા બંધારણીય ઓથોરિટી સિવાય તમામ માટે આ પ્રણાલી હોવી જોઈએ નહીં તેવી માંગ કરવામાં આવી હતી.

હાઈકોર્ટની વેકેશન બેન્ચના ન્યાયમૂર્તિ જી.આર.સ્વામીનાથનની ખંડપીઠે બહું સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે મંત્રીઓ અને ધારાસભ્યોએ એ ન સમજે કે તેમાં ગમે તે સમયે મંદિરમાં જશે અને ભગવાન તેની રાહ જોઈ રહ્યા હશે? શા માટે આ પ્રકારે વીઆઈપી દર્શનની જરૂર છે! ભગવાન સમક્ષ તો સૌ સરખા છે. વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યકર્તાથી ચોલાલિંગમની અરજી કરીને રાજ્ય સરકાર તથા ટ્રસ્ટ સંચાલિત મંદિરોમાં આ પ્રકારની પ્રણાલી બંધ કરવા માંગણી કરવામાં આવી હતી.

જેમાં સુપ્રીમકોર્ટે એ જે રીતે બાંકે બિહારી મંદિરમાં જે રીતે ખાસ દર્શન અને વીઆઈપી માટે અલગ કતાર ખાસ પ્રવેશ જેવી સિસ્ટમ બંધ કરવા જણાવ્યું હતું. તામિલનાડુમાં તિરુપ્પરકુંડ્રમ મંદિરમાં રાજ્યના એક મંત્રીને દર્શન માટે નિર્ધારિત કરતા ખાસ સમયે મંદિર ખોલવામાં આવ્યું હતું, જો કે રાજ્ય સરકારે દાવો કર્યો કે કોઈ નિયમભંગ થયો નથી. હાઈકોર્ટે જણાવ્યું કે મંત્રીઓએ પણ પોતાને આ રીતે ગમે તે સમયે દર્શને જઈ શકે તેવું માનવું જોઈએ નહીં.