દિલ્હીમાં આતંકી પ્લાન ફેલ : હથિયારો-ગ્રેનેડ સાથે 9 આતંકવાદી ગિરફ્તાર
» ધાર્મિક સ્થળો પર હુમલાની સાજિશ નિષ્ક્રિય
» ISI એજન્ટો પકડાયા વિસ્ફોટકનો જથ્થો જપ્ત
» સુરક્ષા એજન્સીને મળી મોટી સફળતા
» દાઉદના ગેંગના સભ્યો પાકિસ્તાનથી ઘડાતો પ્લાન
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે દિલ્હીમાં મોટા આતંકી હુમલાના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું. પોલીસે દાઉદ ઇબ્રાહિમના નેટવર્ક અને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરીને ૯ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી હથિયારો, હેન્ડ ગ્રેનેડ અને વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.
તપાસ એજન્સીઓ અનુસાર, આ નેટવર્ક લાંબા સમયથી તૈયાર કરવામાં આવી રહ્યું હતું. તેનો હેતુ દિલ્હીમાં મંત્રાલયો, સુરક્ષા દળો અને મુખ્ય ધાર્મિક સ્થળોને નિશાન બનાવવાનો હતો. પ્રારંભિક તપાસમાં આરોપીઓના તાર પાકિસ્તાન સમર્થિત હેન્ડલર્સ અને મુંબઈ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા મળ્યા છે.
સૂત્રો અનુસાર, ધરપકડ કરાયેલા આરોપીઓમાં કેટલાક નેપાળ મૂળના લોકો પણ સામેલ છે. આ લોકોને ખાસ કરીને હુમલાઓને અંજામ આપવા માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. એજન્સીઓ હવે એ શોધવામાં વ્યસ્ત છે કે નેટવર્કનું સંચાલન કોણ કરી રહ્યું હતું અને ભારતમાં તેના સ્થાનિક સહયોગી કોણ છે.