IPLની ફાઇનલ ટિકિટ બ્લેકમાં : 3500ની ટિકિટના 20,000 થયા
» ટિકિટ માફિયા સક્રિય : લક્ઝૂરિયસ પ્રેસિડેન્ટ 50 હજાર, બ્લોક 1 લાખ
» ક્રિકેટનો ક્રેઝ કે લૂંટ; ટિકિટના ભાવ બ્લેકમાં ચાર ગણા
» અમદાવાદનું મોદી સ્ટેડિયમ હાઉસફૂલ
સિટી ન્યૂઝ@અમદાવાદ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે ૩૧ મેના રોજ IPL ૨૦૨૬ની ફાઇનલ મેચ રમાવાની છે. ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ક્રેઝનો ગેરફાયદો ઉઠાવીને IPLની ટિકિટોનું બ્લેક માર્કેટિંગ જોરશોરથી શરૂ થઈ ગયું છે. જે ટિકિટની મૂળ કિંમત ૩ હજાર રૂપિયા છે તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા રૂ. ૧૦થી ૧૫ હજારમાં સુધી વેચાઈ રહી છે. જ્યારે લક્ઝૂરિયસ પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકિટના ભાવ તો ૫૦ હજાર રૂપિયાથી તો શરૂ થાય છે. બ્લેક માર્કેટમાં ૧ લાખ સુધી ટિકિટના ભાવ બોલાઈ રહ્યા છે.