જીવન બચાવતું લોહી ઘટ્યું શહેરમાં રક્તની અછત
=> શહેરમાં સૌથી વધારે A, B, AB અને O પોઝિટિવ બ્લડગ્રુપની અછત વર્તાઈ
=> સૌથી મોટી અસર થેલેસેમિયા પીડિત બાળકો પર પડી રહી છે
સિટી ન્યૂઝ@અમદાવાદ
વેકેશનના માહોલને કારણે રક્તદાન કેમ્પ સાવ બંધ થઈ ગયા છે. પરિણામે સુરતની નાની-મોટી તમામ બ્લડ બેંકોમાં લોહીનો સ્ટોક તળિયે પહોંચી ગયો છે, જેના કારણે આગામી દિવસોમાં ઇમર્જન્સી ઓપરેશન પણ અટકી પડવાની ગંભીર ભીતિ સેવાઈ રહી છે. હાલ સુરત શહેરમાં સૌથી વધારે A, B, AB અને O પોઝિટિવ બ્લડ ગ્રુપની ખૂબ જ અછત વર્તાઈ રહી છે. આમ તો સુરત શહેરમાં નાની-મોટી થઈને કુલ ૧૩ બ્લડ બેંકો આવેલી છે, જેમાં ૪ મોટી બ્લડ બેંક છે. આ મુખ્ય બેંકોમાં સામાન્ય દિવસોમાં દૈનિક ૭૦થી ૯૦ બોટલ બ્લડની જરૂરિયાત સામે એટલી જ આવક રહેતી હતી.
=> થેલેસેમિયાના બાળકોને વધુ અસર
સૌથી મોટી અસર થેલેસેમિયા પીડિત બાળકો પર પડી રહી છે, જેમને દર ૧૫ અને ૩૦ દિવસે નવું લોહી ચઢાવવું અનિવાર્ય હોય છે. સુરતમાં આવા ૭૦0 જેટલા બાળકો છે. જેમાંથી ૪૫૦ બાળકોને લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા લોહી પૂરું પાડવામાં આવે છે.
=> 20 લોકો પણ રક્તદાન કરશે તો અમે આવીશું
અત્યારે લોહીના તમામ પોઝિટિવ બ્લડ ગ્રૂપની ભારે અછત છે. માત્ર ૨૦ લોકો પણ રક્તદાન કરવા તૈયાર થાય તો જે તે વિસ્તારમાં અમારી ટીમ સાધનો સાથે ત્યાં પહોંચી જશે. બદલાવનો બુલંદ સંદેશ; ‘પુરુષ પ્રભુત્વ’માંથી હવે ‘સમાન હક’ તરફ સફર