રાજકોટમાં પાણી નહીં, સમસ્યા વહે છે !
=> ઉનાળાનો ડબલ એટેક : સપ્લાય સિસ્ટમમાં લોચા
=> પ્રદૂષિત પાણી પીવાથી લોકો બીમાર પડી રહ્યા છે
=> ઝાડા ઉલ્ટીના કેસોમાં વધારો
=> ગંદુ પાણી આરોગ્ય માટે ખતરનાક
=> ઓછા પ્રેશરથી સપ્લાય અસ્થિર
=> ઘણા વિસ્તારોમાં પાણી માટે હાલાકી
=> ઝાડા, ઉલ્ટી અને તાવના કેસોમાં વધારો
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરના અનેક વિસ્તારમાં પાણી ઓછું આવવું કે પછી ગંદું કે ડહોળું આવવાની ફરિયાદો વધી રહી છે. રાજકોટના ચારેય ઝોનના વિસ્તારોમાં આ સમસ્યા વધુ છે. શહેરમાં રોજની ૨૮૦થી વધારે ફરિયાદો ડહોળા પાણીની કે પાણી ન મળવાની મળી રહી છે. કેટલાક વિસ્તારમાં પાણીની ફરિયાદો પાછળ ત્યાં ચાલી રહેલી કામગીરી હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. તાજેતરમાં જ પાણીની નવી ટાંકી શરૂ કરાઈ હતી. આ ટાંકીમાંથી પાણી છોડતાં પહેલાં તેને વોશ આઉટ કરવામાં આવે છે, જેને કારણે પાઈપમાં ભરાયેલી માટી સહિતની ગંદકી નીકળી જાય છે. મકાનના રહીશો બે માસથી ગંદું પાણી આવતું હોવાની ફરિયાદ કરતા હતા. ૨૫૦ મીટર જેટલી લાઇન નાખવા માટે આ કામગીરી અટકાઈ હતી.