Loading Please Wait !!!
ઓપરેશન સિંદૂર 2.0 ભારત તૈયાર

=> આર્મી ચીફની ચેતવણી; ભારત કોઈ પણ ક્ષણે પ્રહાર માટે રેડી

=> હાલ માત્ર યુદ્ધ વિરામ છે બંધ નથી થયું

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

આર્મી ચીફે કહ્યું કે ઓપરેશન સિંદૂરે એક બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે કે ભારત ઉશ્કેરણી પર કેવી રીતે જવાબ આપે છે. કેડેટ્સે પોતાની સૈન્ય કારકિર્દીની શરૂઆતથી જ તેને જાળવી રાખવું જોઈએ. આર્મી ચીફ શનિવારે પુણેના ખડકવાસલામાં રાષ્ટ્રીય રક્ષા અકાદમી (NDA)ની ૧૫૦મી પાસિંગ આઉટ પરેડમાં સામેલ થયા. રિવ્યુઇંગ ઓફિસર તરીકે તેમણે ૩૫૫ કેડેટ અધિકારીઓની પરેડની સલામી લીધી. આ દરમિયાન કેડેટ્સે માર્ચ પાસ્ટ કર્યું, ફ્લાયપાસ્ટમાં Su-30 MKI લડાકુ વિમાન, ચેતક હેલિકોપ્ટર, સારંગ હેલિકોપ્ટર એરોબેટિક્સ ટીમ અને આકાશગંગા સ્કાયડાઇવિંગ ટીમે ભાગ લીધો. થિયેટર કમાન્ડ વ્યવસ્થા પર બોલતા જનરલ દ્વિવેદીએ કહ્યું કે થિયેટરાઇઝેશનની પ્રક્રિયા આગળ વધી રહી છે. તેનાથી સંબંધિત સંપૂર્ણ રિપોર્ટ રક્ષા મંત્રીને સોંપવામાં આવી છે. તેનું અલગ-અલગ સ્તરે રિવ્યુ પણ ચાલી રહ્યું છે. તેમણે જણાવ્યું કે નવી વ્યવસ્થામાં સેના, નૌકાદળ અને વાયુસેનાના વડાઓ પોતપોતાની સેનાઓની તૈયારી અને સંસાધનોની જવાબદારી સંભાળશે, જ્યારે થિયેટર કમાન્ડર સંયુક્ત લશ્કરી કાર્યવાહી જોશે.